રાજ્યમાં વરસાદી માહોલ સર્જાતા રસ્તાઓ પર વાહનોના સ્થાને હોડી જોવા મળી રહી છે. કમર સુધીના પાણી ભરાતા રસ્તાઓ બંધ કરાયા છે. સૌથી વધુ મુશ્કેલીઓ વાહન ચાલકોને થઇ રહી છે. હાઇવે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે પરિસ્થિતિ વિકટ બની છે. આ મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સતર્ક થયુ છે. અને તમામ મદદ પહોંચાડી રહ્યુ છે. જેને કારણે સ્થાનિકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.


રાજ્યમાં વરસાદથી 153 રસ્તાઓ બંધ

રાજયમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા થઇ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. ભાવનગર નેશનલ હાઈવે ત્રણ દિવસથી બંધ હાલતમાં છે. કારણ કે ભાવનગરમાં વરસાદી કેહર જોવા મળી રહ્યો છે. અહીં સમગ્ર પંથક જળબંબાકાર થયુ છે. અતિ ભારે વરસાદના કારણે 3 સ્ટેટ હાઈવે તથા પંચાયત હસ્તકના 136 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તો મેઘરાજાએ થોડો વિરામ લેતા અમુક બંધ રસ્તાઓ ખોલવામાં આવ્યા છે.

નેશનલ હાઈવે ત્રણ દિવસ થી બંધ

રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદનું જોર ઘટતા બંધ રસ્તાઓ ખોલવામાં આવી રહ્યા છે. અને વાહનનો ટ્રાફિક દેખાઇ રહ્યો છે. રાજ્યમાં હાલ 153 રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. ભાવનગર થી પસાર થતો નેશનલ હાઈવે ત્રણ દિવસથી બંધ છે. 3 સ્ટેટ હાઈવે તથા પંચાયત હસ્તકના 136 રસ્તા બંધ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

  • Follow us on: