ભાવનગરમાં વરસાદી તાંડવ જોવા મળ્યુ છે. આ વરસાદી કહેરમાં લોકો ફસાયા હતા. અને અનેક ગામડાઓ સંપર્કથી વંચિત રહ્યા હતા. જેના કારણે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ભાવનગરના માઢીયા નજીક પાણીમાં 58 લોકો ફસાયા હતા. જેમનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યુ છે. આ લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે. તંત્રની કામગીરી લોકો સુધી પહોંચી તે માટે પ્રયાસ હાથ ધરાયા છે.
ભાવનગર પંથક પાણી-પાણી













