ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. ચોમાસાના પહેલા વરસાદમાં જ રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્ય અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે હાઈવે તૂટયા છે તો ડેમનું જળસ્તર વધતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભાવનગરના દેવળીયામાં ધોધમાર વરસાદ જોવા મળ્યા. વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધતા દેવળીયા ગામ જળબંબાકાર થયું. 


 દેવળીયા ગામમાં ફસાયા લોકો

હજુ પણ ભાવનગરમાં વરસાદી માહોલ છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ભાવનગરમાં આવેલા સાંબેલાધાર વરસાદને આફત સર્જાઈ. ભારે વરસાદના કારણે દેવળીયા ગામ પાસે અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવી જતા રોડ ઉપર 4 લોકો ફસાયા. દેવળીયા ગામ પાસે 4 લોકો પાણીમાં ફસાતા સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાતા બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું. દેવળીયા ગામ પાસે રેસ્ક્યુ ટિમ,સ્થાનિક આગેવાનો તેમજ સનેસ પોલીસ અને ગ્રામ્ય મામલતદાર સહિતના લોકો દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ પાણીમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.

ભાવનગરમાં જામ્યો વરસાદી માહોલ

રાજ્યમાં ભારે વરસાદના કારણે નવા નીર આવતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીની આવક થતા અને ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે જ્યારે અનેક વિસ્તારો જળબંબાકાર થતા સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં સાંબેલાધાર વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદના કારણે જિલ્લાનાં અનેક ગામડાઓમાં વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ ધોવાઈ ગયાં છે. પાણી ગામડાઓમા ઘૂસી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં ચોમાસના પહેલા વરસાદે જ તબાહી મચાવી છે. રસ્તાઓ તૂટયા, ગમ સંપર્ક વિહોણા થયા તો કયાંક ઘરોમાં પાણી ઘૂસ્યા તો અને કયાંક મકાનો ધરાશાયી થયાની ઘટના સામે આવી છે.

  • Follow us on: