ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના 156 ગામમાં વીજ સેવાઓ ખોરવાતા અંધારપટ્ટ છવાયો છે. આ ઉપરાંત પાલીતાણા અને મહુવા તાલુકાઓ માં 128 જેટલા વિજપોલ ધરાશાયી થયા અને 5 ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત બન્યા છે. 156થી વધુ ગામમાં PGVCLની સેવાઓ ખોરવાઈ ગઈ છે. PGVCLની અલગ અલગ ટીમો દ્વારા હાલ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે.
156 ગામમાં વીજ સેવાઓ ખોરવાતા અંધારપટ્ટ
ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં તારાજી સર્જાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાણીની આવક થતાં નદી નાળા છલકાઈ ગયાં છે. અનેક ગામોમાં રોડ રસ્તા ધોવાઈ ગયાં છે. જ્યારે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. ભારે વરસાદને કારણે ભાવનગરના 156 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જિલ્લાના 156 ગામમાં વીજ સેવાઓ ખોરવાતા અંધારપટ્ટ છવાયો છે. આ ઉપરાંત પાલીતાણા અને મહુવા તાલુકાઓ માં 128 જેટલા વિજપોલ ધરાશાયી થયા અને 5 ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત બન્યા છે.
જિલ્લામાં 128 વીજપોલ ધરાશાયી થયાં
ભાવનગર જિલ્લાના પાલીતાણાના 15, મહુવાના 54, ઘોઘાના 19, વલ્લભીપુર અને સિહોરના 68 સહિત 156 ગામમાં વીજ પુરવઠો બંધ રહેતા અંધારપટ્ટ છવાયો છે. આ ઉપરાંત જિલ્લામાં 128 વીજપોલ ધરાશાયી થયાં છે અને 5 ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત બન્યા છે. અનેક ગામોમાં PGVCLની સેવાઓ ખોરવાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. PGVCLની અલગ અલગ ટીમો દ્વારા હાલ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે.