ભાવનગરમાં વરસાદી કહેર જોવા મળ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તંત્ર સ્થાનિકોની મદદ કરવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. ત્યારે અમુક સ્થળોએ માર્ગ તૂટ્યો છે. તો ક્યાંક કોઝવે ધોવાયો છે. તો અમુક સ્થળોએ જીવાદોરી સમાન પાઇપલાઇન તૂટી છે. આ તમામની વચ્ચે રહીશોનું જન-જીવન ખોરવાયુ છે. અને તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદી માહોલમાં ડેમમાં પાણીની આવક વધી છે. જેના કારણે પૂરની સ્થિતિ પેદા થઇ છે.


ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો શેત્રુંજી પાસે ભૂતિયા ગામ નજીકનો કોઝવે તૂટ્યો છે. આ કોઝવે તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો છે. અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ડેમમાં પાણીની આવકથી તારાજી સર્જાઇ છે. ભૂતિયા ગામ અને શેત્રુંજી ડેમને જોડતો માર્ગ પણ સંપૂર્ણપણે તૂટ્યો છે. જેના કારણે તંત્રની મદદ રહીશો સુધી પહોંચીન શકતી નથી. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીની પાઇપલાઇન તૂટતા તંત્ર એલર્ટ થયુ છે.

વરસાદી માહોલમાં તારાજીના દ્રશ્યો

ભાવનગરમાં વરસાદી માહોલ સર્જાતા તંત્રએ કામગીરી હાથ ધરી છે. સોમવારથી જ અહીં કમર સુધીના પાણી ભરાયા છે. અને સ્થાનિકોને અવર જવર કરવા માટે હોડીની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે ખારા ડેમમાંથી આવેલુ પાણી ખેતરોમાં ઘૂસ્યુ છે. અને પાકને નુકસાન પહોંચાડ્યુ છે. શેત્રુંજી ડેમથી ભાવનગરવાસીઓને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

  • Follow us on: