યુપીના ડે સીએમ કેશવ પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરનું લખનૌ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ધુમા઼ડા નીકળવા લાગ્યા હતા. તેઓ લખનૌથી કોસાંબી જઇ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની. પરિણામે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું,. તેઓના હેલિકોપ્ટરમાં ધુમાડો ભરાઇ ગયો હતો.
કૌશાંબી જઇ રહ્યા હતા કેશવ પ્રસાદ
અહેવાલો અનુસાર નાયબ મુખ્યમંત્રી લખનૌના લા માર્ટ્સ ગ્રાઉન્ડથી કૌશામ્બી જવા માટે રવાના થયા હતા. ટેકઓફ કર્યાના થોડીવાર પછી હેલિકોપ્ટર કેબિન અચાનક ધુમાડાથી ભરાઈ ગયું અને અચાનક ડિસ્પ્લે બંધ થઈ ગF., જેના કારણે અંદર રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો.
પ્રાથમિક તપાસમાં તકનીકી ખામી હોવાનું જણાયું
પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીનેપાયલોટે તાત્કાલિક લખનૌ એટીસીનો સંપર્ક કર્યો અને અમૌસી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી. ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હેલિકોપ્ટર ઉતરતાની સાથે જ, સુરક્ષા અને તકનીકી ટીમોએ તરત જ તેને ઘેરી લીધું અને નાયબ મુખ્યમંત્રીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં તકનીકી ખામી હોવાનું જણાય છે, જેની તકનીકી નિષ્ણાતોની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
શું છે કૌશાંબીમાં કાર્યક્રમ?
ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આજે, 7 માર્ચે કૌશામ્બીની મુલાકાત લેશે. જોકે, હેલિકોપ્ટરમાં ખામી સર્જાતાં તેઓ સડક માર્ગે પહોંચશે. તેઓ આજે કૌશામ્બીમાં સયારા સ્થિત બાબુ સિંહ ડિગ્રી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા બે દિવસીય સરસ મહોત્સવ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ ઉત્સવનો હેતુ ગ્રામીણ આજીવિકા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે.
આ પણ વાંચો: Crude Oil Price Hike: તો શું 100ની પાર થઇ જશે પેટ્રોલ ? કાચા તેલની કિંમતમાં જબરદસ્ત ઉછાળો