રાજસ્થાન હાઇકોર્ટમાં 1998નો ચર્ચાસ્પદ કાળા હરણ શિકારના મામલે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સલમાન ખાનની અરજીની સાથે રાજ્ય સરકારની અપીલ પર પણ સુનાવણી હાથ ધરાઇ હતી. કાળા હરણ શિકાર મામલે સલમાન ખાનની સાથે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્ર અને તબ્બુ પણ આરોપી સાબિત થયા છે.


કાળા હરણ શિકારનો મામલો

રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી 'લીવ ટૂ અપીલ' અરજીની સુનાવણી જજ મનોજ કુમાર ગર્ગની ખંડપીઠ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્ર અને તબ્બુને નિર્દોષ મુક્ત કરવાના વિરોધમાં પણ અરજી કરવામાં આવી હતી. જે મુદ્દે પણ સુનાવણી કરાઇ હતી. રાજ્ય સરકારે આ મામલે પડકાર ફેંક્યો હતો. વકીલ મહિપાલ બિશ્નોઇએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારે આ મામલે અસહમતિ દર્શાવી છે. અને તમામ પક્ષે નિષ્પક્ષ તપાસ કરવા માટે કહ્યુ છે. સુનાવણી દરમિયાન સલમાન ખાન તરફથી દાખલ કરવામાં આવેલી ટ્રાન્સફર પિટીશન પર પણ ચર્ચા થવાની હતી. આ અરજીને રાજ્ય સરકારની અપીલ સાથે જોડવામાં આવી રહી છે. પરંતુ ટેક્નિકલ કારણોના લીધે તેમની આ ટ્રાન્સફર અરજી અધૂરી રહી હતી.

22 સપ્ટેમ્બરના રોજ સુનાવણી

વકીલ મહિપાલ બિશ્નોઇએ જણાવ્યુ હતુ કે, હાઇકોર્ટે અગાઉ આદેશ આપ્યો હતો કે, ટ્રાન્સફર રિકોર્ડને કોર્ટના નિયમાનુસાર રજિસ્ટ્રર કરીને લિસ્ટેડ કરવામાં આવે. પરંતુ કાર્યવાહી અધૂરી રહેતા સુનાવણી પૂર્ણ થઇ ન હતી. હવે બન્ને અપીલ પર 22 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. કાળા હરણ શિકાર મામલે અગાઉ સલમાન ખાનને 5 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

  • Follow us on: