ભારતીય નૌકાદળને વિશાખાપટ્ટનમમાં પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ 'નિસ્તાર' મળ્યુ છે. 118 મીટર લાંબુ આ જહાજ 300 મીટરની ઉંડાઇ સુધી ડાઇવિંગ અને 1000 મીટર સુધી રેસ્ક્યૂ ઓપરેશન કરી શકે છે. 75% સ્વદેશી સામગ્રીથી તૈયાર કરાયેલું 'નિસ્તાર' સબમરીન ઇમરજન્સીમાં બચાવ માટે કામ આવશે. 8 જુલાઇ 2025ના રોજ વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડે ભારતીય નૌકાદળને પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ 'નિસ્તાર' સોંપવામાં આવ્યુ હતુ. આ જહાજ ભારતમાં જ ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવ્યુ છે. આ સમુદ્રમાં બચાવકાર્યની ક્ષમતા વધારશે.
'નિસ્તાર'ની ખાસિયતો શું છે ?













