ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યના 14 જિલ્લાઓ હાલમાં પૂરની લપેટમાં છે. આ પરિસ્થિતિથી લાખો લોકો પ્રભાવિત થયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગે પર રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ, ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. આગરા, મિર્ઝાપુર, કાનપુર દેહાત, બલિયા, બાંદા, ચિત્રકૂટ, જૌનપુર, હમીરપુર, ઔરૈયા, પ્રયાગરાજ, વારાણસી, ઇટાવા, ફતેહપુર, કાનપુર નગર આ જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે.


નદીઓની સ્થિતિ

પ્રશાસનિક અહેવાલો અનુસાર, પૂરના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ અને પૂલને નુકસાન થયું છે, જેના કારણે અવરજવર ખોરવાઈ છે. ઘણા ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી છે. ખેડૂતો પણ ભારે નુકસાન થયું છે કારણ કે, તેમના ઉભા પાક પાણીમાં ડૂબી ગયા છે. રાજ્યમાં તાજેતરના ભારે વરસાદના કારણે ગંગા, યમુના, રામગંગા, ગોમતી, શારદા અને રાપ્તી જેવું ઘણી નદીઓ ભયજનક સપાટીની નજીક વહી રહી છે. બહરાઈચ, બલરામપુર, લખીમપુર ખેરી, સીતાપુર, બારાબંકી, ગોંડા અને શ્રાવસ્તી જેવા ઉત્તરીય જિલ્લાઓમાં પણ પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની શકે છે, જેનાથી રસ્તાઓ પર ટ્રાફિક જામ અને અંડરપાસ બંધ થવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ

છેલ્લા 24 કલાકમાં મુરાદાબાદ (270 મિમી), સંભલ (210 મિમી), હરદોઈ (170 મિમી) અને બારાબંકી (320 મિમી) જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે ઘણા ગામોમાં પૂરનો ખતરો વધી ગયો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવું, ગ્રામીણ વિસ્તારોમાં પાકને નુકસાન અને કાચા રસ્તાઓને નુકસાન થઈ શકે છે.

આ જિલ્લાઓ માટે ખાસ એલર્ટ

  • પૂર્વ ઉત્તર પ્રદેશ: સોનભદ્ર, મિર્ઝાપુર, ચંદૌલી, વારાણસી, ભદોહી, જૌનપુર, ગાઝીપુર, આઝમગઢ, મઉ, બલિયા, દેવરિયા, ગોરખપુર, સંત કબીર નગર, કુશીનગર, આંબેડકર નગર
  • પશ્ચિમ ઉત્તર પ્રદેશ: મુરાદાબાદ, સંભલ, હરદોઈ, સીતાપુર, બારાબંકી, બહરાઈચ, ગોંડા, શ્રાવસ્તી, લખીમપુર ખેરી, સહારનપુર, મેરઠ, નઝીબાબાદ
  • મધ્ય ઉત્તર પ્રદેશ: લખનૌ, કાનપુર, કાસગંજ, હાથરસ


  • Follow us on: