મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના સિહોરા તાલુકામાં આવેલા મહગવા-કેવલારી અને બેલા ગામોના વિસ્તારમાં જમીન નીચે સોનાનો ભંડાર મળ્યું હોવાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે. ભારતમાં આ પ્રકારના ઘણા ભંડાર હોવાનું ભુતકાળના એક સર્વેમાં બહાર આવેલું છે જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) અને વૈજ્ઞાનિકોની વર્ષોની તપાસ બાદ અંદાજે 100 હેક્ટર જમીનમાં સોનાના કણો અને ધાતુની હાજરીની પુષ્ટિ થઈ છે. લોખંડ માટે પ્રસિદ્ધ આ જમીન હવે સોનું પણ ઉપજાવવાની તૈયારીમાં છે. જોકે હાલ ખનન ક્યારે શરૂ થશે તે નક્કી થયું નથી.
ભારતમાં ક્યાં ક્યાં મળે છે સોનું?
ભારત દુનિયાના સૌથી વધુ સોના વાપરતા દેશોમાંનો એક છે. અહીં સોનું ખરીદવું માત્ર આર્થિક નહીં, પણ સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલું છે. ચાલો જાણીએ કે ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ સોનું ઉત્પન્ન થાય છે:
1. કર્ણાટક
કર્ણાટક દેશનું સૌથી મોટું સોના ઉત્પન્ન કરતું રાજ્ય છે જ્યાં 80% થી વધુ સોનું કર્ણાટકમાંથી મળે છે. કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ (Kolar Gold Fields) એ ભારતની સૌથી મોટી સોનાની ખાણ છે જ્યારે અન્ય જિલ્લાઓ ધારવાડ, હસન, રાયચૂરમાં પણ સોનાની ખાણ છે અને અંદાજે 17 લાખ ટન સોનુ હોવાનું જણાઇ આવ્યું છે.
2. આંધ્ર પ્રદેશ
દેશનું બીજું સૌથી મોટું સોનું ઉત્પન્ન કરતું રાજ્ય આંધ્રપ્રદેશ છે. જ્યાં અનંતપુર જિલ્લાના રામાગિરિ વિસ્તારમાં મોટી સોનાની ખાણ આવેલી છે જ્યારે ચિત્તૂર અને પાલાચ્ચૂર વિસ્તારમાં પણ સોનાની ખાણ છે.
3. ઝારખંડ
ઝારખંડમાં અંદાજે 344 કિલો સોનુ વર્ષે દહાડે મળી આવે છે. ખાસ કરીને સુવર્ણરેખા નદી મહત્વની છે , જ્યાં રેતીમાં સોનું મળે છે. નદીની સિંહભૂમિ અને સોનાપાટ ઘાટીઓમાંથી વધુ સોનુ મળે છે
4. બિહાર
બિહાર પણ સૌથી વધુ સોનાના સંભવિત ભંડાર સાથેનું રાજ્ય છે . GSI ના સર્વે અનુસાર, ભારતમાં કુલ સોનાનો 44% ભાગ બિહારમાં છે. જ્યાં કુલ સોનાનો અંદાજિત ભંડાર 2230 લાખ ટન છે. જમુઇ જિલ્લામાં સૌથી વધુ સોનુ મળી આવે છે. જમુઇના કરમટિયા, ઝાઝા અને સોનો વિસ્તારમાં અંદાજે 27.6 ટન સોનું હોવાનો અંદાજ છે
5. કેરળ
કેરળમાં કેટલીક નદીઓ પાસે નાના પ્રમાણમાં સોનાની હાજરી જોવા મળી છે. ખાસ કરીને પુન્ના પઝા નદી છવિયાર પઝા નદી મહત્વની છે.
સોનાનો ભંડાર દેશ માટે એક નવી આશા
મધ્ય પ્રદેશમાં મળેલો સોનાનો ભંડાર દેશ માટે એક નવી આશા બની છે. જો અહીંથી સોનું ઉત્પાદન શરૂ થાય તો તે માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ સ્થાનિક રોજગાર અને વિકાસ માટે પણ વિશાળ તક પૂરું પાડશે. સાથે જ, ભારતનું આયાત પર નિર્ભરતા પણ ઘટી શકે છે.