અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 ટેકઓફ થયાની થોડી મિનિટો પછી જ અકસ્માતનો ભોગ બની હતી. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. હજુ સુધી મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, ઘણા મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે 120 લોકોના મોત થયા છે. આ દરમિયાન, એક્સ પર અચાનક એક નામ ચર્ચામાં આવ્યું છે, તે નામ "આકાશ વત્સ" છે.


આકાશ વત્સે પોતાના એક્સ હેન્ડલ પર દાવો કર્યો છે કે "હું એ જ ફ્લાઈટમાં હતો જે અમદાવાદથી લંડન જઈ રહી હતી - ટેકઓફના લગભગ 2 કલાક પહેલા. હું દિલ્હીથી અમદાવાદ એ જ પ્લેનમાં આવ્યો હતો. મેં ફ્લાઈટમાં કેટલીક અસામાન્ય વસ્તુઓ જોઈ હતી, જેનો મેં એક વીડિયો પણ બનાવ્યો હતો જેથી હું એર ઈન્ડિયાને ટ્વિટ કરી શકું. હું વધુ માહિતી આપવા માંગુ છું. કૃપા કરીને મારો સંપર્ક કરો." મીડિયા સાથે વાત કરતા આકાશ વત્સે કહ્યું કે હા, તેને પ્લેનમાં કેટલીક વિચિત્ર વસ્તુઓ નોટિસ કરી હતી.

આકાશે બનાવ્યો એર ઈન્ડિયાની ફ્લાઇટની અંદરની ખરાબ સ્થિતિનો વીડિયો 

આકાશે એર ઈન્ડિયાની ફ્લાઇટની અંદરની ખરાબ સ્થિતિનો વીડિયો પણ બનાવ્યો હતો. આકાશનો દાવો છે કે ફ્લાઈટમાં ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ હતી. ફ્લાઈટનું એસી કામ કરી રહ્યું ન હતું. પ્લેનની એવી સ્ક્રીન, ટીવી અને રિમોટ પણ યોગ્ય રીતે કામ કરી રહ્યા ન હતા. જે જીવલેણ ઘટના પહેલા પ્લેનની સ્થિતિ અંગે ચિંતા ઉભી કરે છે.


તેને પોતાની અન્ય પોસ્ટમાં લખ્યું છે કે 'હું તે જ ફ્લાઈટમાં હતો અને હું આજે રાત્રે 'એર ઈન્ડિયા'ની ફ્લાઈટથી દિલ્હી નથી જઈ રહ્યો. હું એવિએશનનો નિષ્ણાત છું તેથી હું વસ્તુઓ જોઈ શકું છું, તમે કેમ નહીં? આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર મારો સંપર્ક કરો અથવા મને મળો."

કોણ છે આકાશ વત્સ?

એક્સ હેન્ડલ મુજબ આકાશ વત્સ એક એન્ટરપ્રેન્યોર છે. તે રેડહિલનો રહેવાસી હોવાનો દાવો કરે છે. તે વેબ ડિઝાઈન અને વિકાસ ડેવલપમેન્ટ સાથે જોડાયેલી એક વેબસાઈટ ચલાવે છે.


  • Follow us on: