આદિત્ય શર્મા અને શિવાનંદ ચૌરસિયાના મૃતદેહ ભારત પરત લાવવામાં આવ્યા છે.
પરિવારમાં શોકની લહેર
ઓમાનના અખાતમાં વેપારી જહાજ એમટી સેટેબેલો પર અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા બે ભારતીય ખલાસીઓના મૃતદેહ ભારત પાછા લાવવામાં આવ્યા છે. અલગ-અલગ યુએસ હુમલાઓમાં ત્રણ ભારતીયોના મોત થયા હતા. જેનાથી રાજદ્વારી ચિંતાઓ વધી છે અને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં નાગરિક જહાજોની સલામતી અંગે નવા પ્રશ્નો ઉભા થયા છે. મૃતક ખલાસીઓના મૃતદેહના સ્વદેશ પરત ફરવાથી તેમના પરિવારો માટે અઠવાડિયાની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે.
Also Read
સીએમ અને સાંસદને હસ્તક્ષેપ કરવા અપીલ
આ હુમલામાં હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના 23 વર્ષીય ડેક કેડેટ આદિત્ય શર્માનો પરિવાર પણ સામેલ છે. જેમણે આદિત્યના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઘરે લાવવામાં જાહેરમાં મદદ માટે અપીલ કરી હતી. શર્માના પિતા, રાજીવ શર્માએ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને સાંસદ અનુરાગ ઠાકુરને હસ્તક્ષેપ કરવા અને જીવલેણ હુમલા તરફ દોરી જતા સંજોગો અંગે સ્પષ્ટતા મેળવવા અપીલ કરી હતી.
કેવી રીતે થયો હુમલો ?
આ ઘટના 10 જૂને બની હતી. જ્યારે યુએસ નેવીએ ઓમાનના સોહરના દરિયાકાંઠે લગભગ 30 નોટિકલ માઇલ દૂર પલાઉ-ધ્વજવાળા તેલ ટેન્કર, એમટી સેટેબેલો પર હુમલો કર્યો હતો. ટેન્કરમાં 24 ભારતીય ક્રૂ સભ્યો હતા. ભારતીય દૂતાવાસ અનુસાર, ઓમાનના મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટરને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, અને સ્થાનિક અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં એકવીસ ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેઓ સુરક્ષિત રીતે ઘરે પરત ફરી રહ્યા છે, જ્યારે ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે.
આ પણ વાંચોઃ ઈરાન જ્યારે ઈચ્છે ત્યારે Hormuz Strait બંધ કરશે! અમેરિકાએ સ્વીકાર્યુ કે, તેહરાને મેળવ્યું છે 'બ્રહ્માસ્ત્ર'













