પીએમ મોદીએ પત્રમાં લખ્યુ છે કે, સ્વસ્થ, મજબૂત અને વિકસિત ભારતનો પાયો ફક્ત સ્વસ્થ ગામડાઓથી મજબૂત બનશે.
યોગ આ દિશામાં અસરકારક માધ્યમ બનશેઃ પીએમ મોદી
પ્રધાનમંત્રીએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ છે. આ થીમ જીવનના દરેક તબક્કે યોગના મહત્વ પર ભાર મૂકે છે અને લોકોને સ્વસ્થ, સક્રિય અને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, યોગ ફક્ત શરીરને સ્વસ્થ રાખવા પૂરતો મર્યાદિત નથી. પરંતુ માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે.
સામૂહિક યોગ કાર્યક્રમોનું આયોજન કરવા સૂચન
પીએમ મોદીએ યોગને ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાનો અમૂલ્ય વારસો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આજે, 150થી વધુ દેશોમાં લાખો લોકોએ યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવ્યો છે. ભારત માટે ગર્વની વાત છે કે આ પરંપરાને વૈશ્વિક સ્તરે માન્યતા અને આદર મળ્યો છે. પીએમ મોદીએ ગ્રામ્ય પ્રમુખોને યોગ દિવસ નિમિત્તે તેમના ગામડાઓમાં શક્ય તેટલા વધુ કાર્યક્રમોનું આયોજન કરવા અપીલ કરી છે. તેઓે આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય સંસ્થાઓ, પંચાયત ઇમારતો, શાળાઓ અને અન્ય સમુદાય સ્થળોએ સામૂહિક યોગ કાર્યક્રમોનું આયોજન કરવા સૂચન કર્યું છે.
વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન
પીએમ મોદીએ તેમના પત્રમાં વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય અને ગૌરવપૂર્ણ જીવન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, યોગ વૃદ્ધોને સ્વસ્થ, સક્રિય અને આત્મનિર્ભર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગામના વડાઓના સહયોગથી, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગનો સંદેશ દરેક ગામ અને દરેક વ્યક્તિ સુધી પહોંચશે. તેમણે તમામ નાગરિકોને યોગને તેમની દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા અને સ્વસ્થ, મજબૂત અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી છે.
આ પણ વાંચોઃ અલ નીનોને કારણે પાંચ દિવસ સુધી આગળ નહીં વધે ચોમાસું













