પરંતુ આ વખતે વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

જગતનો તાત પરેશાન 

દેશમાં ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો અને ખાસ કરીને ખેડૂતો માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુધી ચોમાસું આગળ વધવાની કોઈ શક્યતા નથી. પશ્ચિમ ભારતમાં ચોમાસું એક જ જગ્યાએ સ્થિર થઈ ગયું છે. જેના કારણે અનેક રાજ્યોમાં ચિંતા વધી ગઈ છે. આ વર્ષે ચોમાસાની શરૂઆત ભલે સમયસર થઈ હોય, પરંતુ તે પછી તેની ગતિ ખૂબ જ ધીમી થઇ છે. 8 જૂનથી ચોમાસું પશ્ચિમ ભારતના એક જ વિસ્તારમાં અટકેલું છે. 

ગુજરાતમાં સંકટના વાદળો 

આ વર્ષે ચોમાસાની શરૂઆત ભલે સમયસર થઈ હોય, પરંતુ તે પછી તેની ગતિ ખૂબ જ ધીમી પડી ગઈ છે. 8 જૂનથી ચોમાસું પશ્ચિમ ભારતના એક જ વિસ્તારમાં અટકેલું છે. ચોમાસાની આ સુસ્તીના કારણે દેશમાં અત્યાર સુધીમાં સરેરાશ 32 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ગુજરાતમાં પણ સ્થિતિ ઘણી ચિંતાજનક છે. ગુજરાતમાં ચોમાસાના પ્રારંભિક તબક્કામાં વરસાદની ભારે કમી નોંધાઈ છે. જેના કારણે ઉનાળુ પાક અને આગામી વાવણી પર સંકટના વાદળો ઘેરાયા છે. 

અલ નીનોએ બગાડી રમત!

હવામાન નિષ્ણાતોના મતે ચોમાસું અટકી જવા પાછળ 'અલ નીનો'ની અસર મુખ્ય જવાબદાર માનવામાં આવી રહી છે. અલ નીનોના કારણે સમુદ્રી તાપમાનમાં ફેરફાર થાય છે, જે ચોમાસાના પવનોને નબળા પાડે છે. આ વૈશ્વિક હવામાન પ્રણાલીની નકારાત્મક અસરને કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે. હવે જો આગામી દિવસોમાં સિસ્ટમ ફરી સક્રિય નહીં થાય, તો દેશમાં પાણીની કટોકટી અને ખેતી પર તેની ગંભીર અસરો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના દાવા પર ઈરાને આપ્યું આશ્ચર્યજનક નિવેદન

  • Follow us on: