ઓડિશા-ઝારખંડ બોર્ડર પર શનિવારે નક્સલ વિરોધી અભિયાન દરમિયાન એક વિસ્ફોટમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના એક જવાન શહીદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે સહાયક ઉપનિરીક્ષક સત્યવાન કુમાર સિંહ, યુપીના કુશીનગરના રહેવાસી હતા. તેઓ સીઆરપીએફની 134મી બટાલિયનનો એક ભાગ હતા.


આઇઇ઼ડી વિસ્ફોટમાં મોત 

આ સીઆરપીએફ જવાન માઓવાદીઓ તરફથી લૂંટાયેલા વિસ્ફોટોની જાણકારી માટે અને તેને મેળવવા માટે ઓડિશા પોલીસ, ઝારખંડ પોલીસ અને સીઆરપીએફની સાથે સંયુક્ત ઓપરેશનમાં જોડાયેલા હતા. સીઆરપીએફએ જણાવ્યું કે અમારી આખી ટીમ જંગલની તપાસ લઇ રહી હતી તે સમયે રાઉરકેલામાં ચાલી રહેલા માઓવાદી અભિયાન દરમિયાન આઇઇડી બ્લાસ્ટ થયો. જેમાં સીઆરપીએફના 134 બટાલિયનના બહાદુર સહાયક ઉપ નિરીક્ષક સત્યવાન કુમારસિંહએ શહીદી વ્હોરી હતી.


CRPFએ પોસ્ટ કરીને આપી જાણકારી 

સીઆરપીએફએ આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું કે પોતાના અદમ્ય સાહસ, શૌર્ય અને માતૃભૂમિ પ્રત્યે સમર્પણને નમન. અમારા બહાદુર યોદ્ધાના અદમ્ય સાહસ અને વીરતા તથા માતૃભૂમિ પ્રત્યે સમર્પણને સીઆરપીએફ સલામ કરે છે. અમે અમારા વીરના પરિવાર સાથે હંમેશા ઉભા છીએ.


  • Follow us on: