વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી ઘણી મહત્વની જાહેરાતો કરી હતી જેમાં એક જાહેરાત પ્રાચીન પાંડુ લિપિ અને દસ્તાવેજો પર પણ હતી. પીએમ મોદીએ કહ્યું કે લાંબા સમયથી અપેક્ષિત પ્રાચીન પાંડુ લિપિઓ અને દસ્તાવેજોનું ડિજીટલ રુપ આપવામાં આવી રહ્યું છે. આ યોજનાને જ્ઞાન ભારતમ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે 'જ્ઞાન ભારતમ' યોજના હેઠળ આ પાંડુલિપિઓને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત બનાવવામાં આવી રહી છે.
ભાષાકીય વૈવિધ્યતાની પ્રશંસા
વડાપ્રધાને શુક્રવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતાં ભારતની અમૂલ્ય ભાષાકીય વૈવિધ્યતાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારતની ભાષાકીય વૈવિધ્યતા વિશાળ અને અમૂલ્ય છે. આપણે મરાઠી, આસામી, બંગાળી, પાલી અને પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. આપણા ભાષાઓ સમૃદ્ધ હશે, જ્ઞાન પ્રણાલીઓ તેટલી વધુ મજબૂત બનશે. વડાપ્રધાને કહ્યું કે આ ડેટા યુગમાં, આ એક વૈશ્વિક શક્તિ છે. આપણે તેનું ગૌરવ કરવું જોઈએ અને તેના વિકાસ માટે પ્રયાસ કરવો જોઈએ. આપણે જૂની પાંડુલિપિઓ અને દસ્તાવેજોની અવગણના કરી છે, પરંતુ 'જ્ઞાન ભારતમ' યોજના હેઠળ આપણે તેમને ડિજિટલ બનાવી રહ્યા છીએ અને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત કરી રહ્યા છીએ.
જેમણે ટેકનોલોજી પર પ્રભુત્વ મેળવ્યું છે તેઓએ વિકાસના શિખરો પાર કર્યા
આ દરમ્યાન પીએમ મોદીએ સ્વદેશી સોશિયલ મિડિયા, ઓપરેટિંગ સિસ્ટમ અને માહિતી પ્રૌદ્યોગિકી ક્ષેત્રના અન્ય પ્લેટફોર્મ વિકસાવવાની અપીલ દેશમાં યુવાનોને કરી. તેમણે કહ્યું કે આજનો યુગ ITનો છે, ડેટાની શક્તિ છે. શું સમયની માંગ નથી કે ઓપરેટિંગ સિસ્ટમથી લઈને સાઇબર સુરક્ષા સુધી, ડીપ ટેકથી લઈને કૃત્રિમ બુદ્ધિ (AI) સુધી, બધું જ આપણું હોવું જોઈએ – જેમાં આપણા જ લોકોની ક્ષમતા સામેલ હોય અને વિશ્વને તેની ઓળખ કરાવી શકાય. તેમણે કહ્યું કે આથી કોઈ ઈનકાર નથી કરી શકતું કે ૨૧મી સદી એક ટેકનોલોજી આધારિત સદી છે. જેમણે ટેકનોલોજી પર પ્રભુત્વ મેળવ્યું છે તેઓએ વિકાસના શિખરો પાર કર્યા છે.