ભારત અને અમેરિકા વચ્ચે 10 વર્ષનો એક ડિફેન્સ કરાર થયો છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે બેઠક બાદ અમેરિકી ડિફેન્સ સેક્રિટરી પીટ હેગસેથએ આ જાહેરાત કરી છે. સમજૂતી મુજબ બંને દેશો એક બીજા સાથે માહિતી શેર કરશે. આ કરારમાં એકબીજાને તકનિકી સહાય પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે.


આવુ તો પહેલીવાર થયુૃ- અમેરિકી ડિફેન્સ સેક્રેટરી 

સંરક્ષણ કરાર પર બોલતા ટ હેગસેથે કહ્યું કે આ પ્રકારનો કરાર પહેલાં ક્યારેય થયો નથી. અમે 10 વર્ષ માટે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ નિર્ણય બંને દેશો વચ્ચે સંકલન બનાવવાનો પ્રયાસ છે. સંરક્ષણ કરારના મુખ્ય ઉદ્દેશ્યો પ્રાદેશિક સ્થિરતા જાળવવા, લશ્કરી સંકલનને વધુ ગાઢ બનાવવા અને સંરક્ષણ ટેકનોલોજી સહયોગ વધારવાનો છે.

આ કરારની શું અસર થશે?

અમેરિકા અને ભારત વચ્ચેના સંરક્ષણ કરારની સીધી અસર ઈન્ડો-પેસિફિક પર પડી શકે છે. આ કરાર ઈન્ડો-પેસિફિકમાં ઊંડા લશ્કરી સહયોગ, ક્ષમતા નિર્માણ અને સંયુક્ત પહેલ માટે દાયકા લાંબી રોડમેપ રજૂ કરે છે.

અમેરિકા સાથેના સંરક્ષણ કરાર બાદ, રાજનાથ સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. તેમણે તેને એક નવા યુગની શરૂઆત તરીકે વર્ણવ્યું. રાજનાથ સિંહે લખ્યું કે સંરક્ષણ કરાર માટેનો આ રોડમેપ ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોના સમગ્ર સ્પેક્ટ્રમને નીતિ દિશા પ્રદાન કરશે. તે આપણા વધતા વ્યૂહાત્મક સંકલનનો સંકેત છે.

ભારતને શું ફાયદો થશે?

  • આ કરારથી ભારતની સંરક્ષણ ટેકનોલોજી અને તાકાત વધશે. ભારતીય સેનાને અમેરિકન જેવલિન એન્ટી-ટેન્ક મિસાઇલો, અપાચે હેલિકોપ્ટર, MQ-9B ડ્રોન અને P-81 વિમાન દ્વારા મજબૂત બનાવવામાં આવશે. આ કરાર હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનનો સામનો કરવા માટે અસરકારક રહેશે. આ કરાર મુજબ ભારતને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી અદ્યતન ટેકનોલોજી મળશે, જે સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટની ગતિ વધારશે. 
  • ભારત માટે વ્યૂહાત્મક રીતે ફાયદાકારક સાબિત થશે. પાકિસ્તાન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સને વળગી રહેવાના પ્રયાસોને જોતાં આ કરાર સ્પષ્ટ સંદેશ આપે છે કે બંને દેશો વચ્ચે લાંબા સમયથી સંબંધ છે અને તેમાં કોઈ પણ રીતે ઘટાડો થયો નથી.
  • આ કરાર યુનાઇટેડ સ્ટેટ્સ માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થવાની શક્યતા છે. તે અમેરિકન કંપનીઓ માટે મોટા ઓર્ડર મેળવી શકે છે. 
    એવું માનવામાં આવે છે કે બોઇંગ, લોકહીડ માર્ટિન અને જનરલ એટોમિક્સ જેવી અમેરિકન કંપનીઓને મોટા ઓર્ડર મળવાથી ફાયદો થશે. 
    ચીનના પ્રભાવનો સામનો કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સને ભારતમાં એક મુખ્ય સાથી મળશે.

 ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર શા માટે મહત્વપૂર્ણ છે?

ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા અને આર્થિક રીતે સક્રિય પ્રદેશોમાંનો એક છે. ઈન્ડો-પેસિફિકમાં ચાર ખંડો શામેલ છે: એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા. વિશ્વની લગભગ 60 ટકા વસ્તી આ ક્ષેત્રમાં રહે છે. ભારત, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા શક્તિશાળી દેશો પણ આ ક્ષેત્રમાં સ્થિત છે.

અમેરિકા એક સમયે ઈન્ડો-પેસિફિકમાં પ્રભુત્વ ધરાવતું હતું, પરંતુ ચીને તેનો પ્રભાવ ઘટાડી દીધો છે. હવે વિશ્વના દેશોને ડર છે કે ચીન અહીં મજબૂત રીતે સ્થાપિત થઈ જશે.

  • Follow us on: