આજે ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે ઐતિહાસિત ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત થઇ.  પ્રધાનમંત્રી મોદી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત-યુરોપિયન યુનિયન બિઝનેસ ફોરમમાં હાજરી આપી. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું.  કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે મધર ઓફ ઓલ ડીલથી ભારતની તાકાત વધશે. ભારતમાં 6000 કરતા પણ વધારે યુરોપની કંપનીઓ છે. તેમણે કહ્યું કે આજે ગ્લોબલ બિઝનેસમાં ઉથલ પાથલ મચી ગઇ છે. 


આ એક નવા યુગની શરૂઆત- પીએમ મોદી 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે યુરોપિયન યુનિયન કાઉન્સિલ અને કમિશનના પ્રમુખોની આ ભારત મુલાકાત કોઈ સામાન્ય રાજદ્વારી મુલાકાત નથી. તે ભારત-યુરોપિયન યુનિયન સંબંધોમાં એક નવા યુગની શરૂઆત કરે છે. પ્રથમ વખત યુરોપિયન યુનિયનના નેતાઓ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો. . ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ભારતના ઇતિહાસમાં સૌથી મોટો મુક્ત વેપાર કરાર પૂર્ણ થઈ રહ્યો છે, અને આજે ઘણા સીઈઓ સાથે મોટા પાયે ભારત-યુરોપિયન યુનિયન બિઝનેસ ફોરમ યોજાઈ રહ્યું છે. આ બધી સિદ્ધિઓ વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓ વચ્ચે થઈ રહેલા અભૂતપૂર્વ સંરેખણનું પ્રતીક છે..







  • Follow us on: