ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA એર ઇન્ડિયાને 4 નોટિસ મોકલી છે. કેબિન ક્રૂના આરામ, તેમની ટ્રેનિંગ અને સંચાલન સંબંધિત નિયમોનુ ઉલ્લંઘન એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવતા આ નોટિસ મોકલવામાં આવી છે.


DGCA એર ઇન્ડિયાને 4 નોટિસ મોકલી

મહત્વનું છે કે અમદાવાદમાં 12 જૂને ઘટેલી ઘટના હજુ સુધી કોઇ ભૂલ્યુ નથી. એ ઘટનમાં પણ એર ઇન્ડિયાની જ ફ્લાઇટ હતી.ડીજીસીએ દ્વારા એર ઇન્ડિયાને 4 જેટલી નોટિસ મોકલી આપવામાં આવી છે. એર ઇન્ડિયા પર કેબિન ક્રૂના આરામ, કેબિન ક્રૂની ટ્રેનિંગ અને સંચાલન સંબંધિત નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. આ કારણ બતાવો નોટિસ 20 અને 21 જૂને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એટલે કે DGCA એ એરલાઇન્સ દ્વારા કરવામાં આવેલા સ્વૈછિક ખુલાસાના આધારે 23 જુલાઇએ જારી કરવામાં આવી હતી.

સમય મર્યાદામાં નોટિસનો જવાબ આપશે

એર ઇન્ડિયાના પ્રવક્તાએ આ મામલે કહ્યુ છે કે, અમને ડીજીસીએ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. જેમાં એર ઇન્ડિયા દ્વારા પાછલા એક વર્ષમા કરવામાં આવેલા કેટલાંક સ્વૈછિક ખુલાસાઓ સંબંધિત નોટિસ મોકલવામાં આવી છે. તેમનુ કહેવુ છે કે તેઓ સમય મર્યાદામાં આ નોટિસનો જવાબ આપશે. કેબિન ક્રૂ અને યાત્રીઓની સુરક્ષા માટે પ્રતિબધ્ધ છીએ.


  • Follow us on: