રાજ્યસભામાં સાંસદ સુમિત્રા વાલ્મિકીએ સદનમાં એક મહત્વનો સામાજિક મુદ્દો ઉઠાવતા સરકારી કર્મચારીઓ માટે એક પ્રશ્ન પૂછ્યો કે શું સરકારી કર્મચારીઓને પોતાના ઘરડાં માતા-પિતાની દેખરેખ માટે કોઇ વિશેષ રજા મળે છે ? તેમણે સવાલ કર્યો કે જો એવો કોઇ નિયમ નથી તો શું સરકાર બાળકને દેખભાળ માટે આપતી રજાની જેમ માતાપિતાની દેખભાળ માટે રજા આપવા પર વિચાર કરી રહી છે. સાંસદે કરેલા આ સવાલના જવાબમાં રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે કહ્યુ કે સરકારી કર્મચારીઓને વર્ષ દરમિયાન આટલી રજાઓ આપવામાં આવે છે.
જેમાં 30 દિવસની અર્જિત રજાઓ (Earned Leave)













