ઈન્ડિયન નેવીએ શુક્રવારે વિશાખાપટ્ટનમમાં આવેલા નેવીના ડોકયાર્ડમાં ભારતના પહેલા સ્વદેશી જહાજ ડાઈવિંગ સપોર્ટ વેસલ INS નિસ્તારને લોન્ચ કર્યું હતું. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડે તેનું નિર્માણ કર્યું છે. આ સ્ટીમરને ઉંડા સમુદ્રમાં ગોતાખોરી અને બચાવ કાર્ય માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ પ્રકારના સ્ટીમર દુનિયામાં ઘણી ઓછી નેવીઓ પાસે જ છે. આ કમિશનીંગ સમારોહમાં કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ અને નેવીના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી પણ હાજર રહ્યા હતા.
સમુદ્રી તાકાતમાં વધારો













