ભારતીય રેલવે યાત્રીઓ માટે વધુ એક ભેટ લઇને આવી રહી છે. દેશભરમાં સેમી-હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની લોકપ્રિયતાને જોતા હવે રેલવે ચાર નવી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવા જઇ રહી છે. આ ટ્રેનોની શરૂઆત થયા બાદ વંદે ભારત સેવાઓની કુલ સંખ્યા વધીને 164 થઇ જશે. ખાસ વાત તો એ છે કે આ ટ્રેન દેશના અલગ અલગ ભાગોને જોડશે. જેનાથી મુસાફરોને ઝડપી, આરામદાયક અને આધુનિક મુસાફરીનો અનુભવ મળે.


મળતી માહિતી અનુસાર, ચાર નવી વંદે ભારત ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રેન જલ્દી જ પાટા પર દોડશે અને ટ્રાયલ રન બાદ યાત્રીઓ માટે શરૂ કરવામાં આવશે. રેલવે પ્રમાણે આ ટ્રેન કર્ણાટક, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીને ધ્યાનમાં રાખતા મંજૂરી આપવામાં આવી છે. રેલવે પ્રમાણે, આ ટ્રેનો કર્ણાટક, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને દિલ્હીને ધ્યાનમાં રાખતા આ મંજૂરી આપવામાં આવી છે.

આ રૂટ્સ પર દોડશે નવી વંદે ભારત ટ્રેન

KSR બેંગ્સુરૂ-એર્નાકુલમટ

ફિરોઝપુર કેન્ટ-દિલ્હી

વારણસી-ખજૂરાહો

લખનઉ-સહારનપુર

આમાંથી કેસીઆર બેંગ્લુરૂ-એર્નાકુલમ વંદે ભારત ટ્રેનની ડિટેલ્સ પણ સામે આવી ચૂકી છે. રેલવે બોર્ડે શુક્રવારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર, ટ્રેન નંબર 26652 કેએસઆર બેંગ્લુરૂ-એર્નામકુલમ જંકશન વંદે ભારત એક્સપ્રેસ સવારે 5.10 કલાકે બેંગ્લુરૂથી રવાના થશે અને બપોરે 1.50 વાગ્યે એર્નાકુલમ પહોંચશે. તો વાપસીમાં ટ્રેન નંબર 26652 એર્નાકુલમ-જંકશન કેએસઆર બેંગ્લુરૂ વંદે ભારત બપોરે 2.20 વાગ્યે એર્નાકુલમથી રાત્રે 11 વાગ્યે બેંગ્લુરૂ પહોંચશે. આ ટ્રેન કૃષ્ણરાજપુરમ, સેલમ, ઇરોડ, તિરુપ્પુર, કોઇમ્બતૂર, પલક્ક્ડ અને ત્રિશૂરનાં રોકાશે.

વંદે ભારતની વધતી ડિમાન્ડ

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અનુસાર, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દરેક રૂટ પર 100 ટકાથી પણ વધારે ઓક્યુપેન્સી સાથે ચાલી રહી છે. નાણાકીય વર્ષ 2024-25 માં તેમની સરેરાશ ઓક્યુપન્સી102.1 ટકા હતી, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષ 2025-26 ના શરૂઆતના મહિનાઓમાં (જૂન સુધી) તે વધીને105.3 ટકા થઈ ગઈ છે.

  • Follow us on: