કેન્દ્ર સરકારે ભારતીય રેલવેના આધુનિકીકરણ માટે 1,364.45 કરોડ રૂપિયાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ નિર્ણયથી રેલવેની સુરક્ષા, સિગ્નલિંગ અને કમ્યુનિકેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 232 લોકોમોટિવ એન્જિનોમાં અદ્યતન ‘કવચ’ સુરક્ષા સિસ્ટમ લગાવવામાં આવશે.


નોર્ધર્ન રેલવેમાં 400.86 કરોડના OFC નેટવર્ક પ્રોજેક્ટ મંજૂર

‘કવચ’ વર્ઝન 4.0ના ઈન્સ્ટોલેશન માટે 208.81 કરોડ રૂપિયાનું ખર્ચ કરવામાં આવશે. આ ટેક્નોલોજી ટ્રેનો વચ્ચે અથડામણ ટાળવા અને સલામતી વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે ઉપરાંત, ભારતીય રેલવે હેઠળ નોર્ધર્ન રેલવેમાં 400.86 કરોડ રૂપિયાના ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) નેટવર્ક પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ અંબાલા, દિલ્હી અને લખનૌ ડિવિઝનમાં 2×48 ફાઇબર કેબલ નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે.

આધુનિક સિગ્નલિંગ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું

આધુનિક સિગ્નલિંગ અને ઝડપી કમ્યુનિકેશન માટે OFC નેટવર્ક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેના કારણે ટ્રેન સંચાલન વધુ કાર્યક્ષમ અને સુરક્ષિત બનશે. આ પ્રોજેક્ટને રેલવે ક્ષેત્રમાં ટેક્નોલોજીકલ સુધારા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આથી મુસાફરોની સુરક્ષા વધશે તેમજ રેલવે સેવા વધુ વિશ્વસનીય અને આધુનિક બનશે.

આ પણ વાંચો : Delhiમાં ભારત-કિર્ગિસ્તાનની ચોથી જોઈન્ટ વર્કિગ ગ્રુપની બેઠક યોજાઈ, રક્ષા સંબંધોને મળશે નવી દિશા


  • Follow us on: