અમદાવાદમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ-રતલામ રૂટ પર ઓપ્ટિકલ ફાઈબર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરો માટે સુરક્ષા અને ડિજિટલ કનેક્ટિવિટી બંને વધશે. સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ 398 કરોડ રૂપિયા છે.


ટ્રેનના સમયસર ચાલવા માટે રિયલ ટાઈમ માહિતી ઉપલબ્ધ થશે

પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મુસાફરોની સુરક્ષા વધારવાનો અને ટ્રેન સેવા વધુ કાર્યક્ષમ બનાવવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો છે. ઓપ્ટિકલ ફાઈબર ઈન્સ્ટોલેશન સાથે ટ્રેક પર સતત દેખરેખ રાખી શકાય તેવી વ્યવસ્થા થશે, તેમજ ટ્રેનના સમયસર ચાલવા માટે રિયલ ટાઈમ માહિતી ઉપલબ્ધ થશે. આ સાથે જ પલ્ટન, ટ્રેનો અને સ્ટેશનો પર 'કવચ' સિસ્ટમનું વિસ્તાર પણ કરવામાં આવશે, જે ટ્રેન અકસ્માતની સંભાવના ઘટાડવામાં મદદરૂપ થશે.

ડિજિટલ કનેક્ટિવિટી અને ઈન્ટરનેટ આધારિત મોનિટરિંગ પણ મજબૂત કરશે

પશ્ચિમ રેલવે વિસ્તારમાં કવચ સિસ્ટમનો વિસ્તાર કરવો હવે પ્રાથમિકતા બની છે અને આ પ્રોજેક્ટથી ટ્રેન સર્વિસના તમામ રૂટ્સ વધુ સુરક્ષિત અને આધુનિક બનશે. અમુક અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ માત્ર મુસાફરોની સુરક્ષા જ નહીં વધારશે, પરંતુ ડિજિટલ કનેક્ટિવિટી અને ઈન્ટરનેટ આધારિત મોનિટરિંગ પણ મજબૂત કરશે. અગાઉથી જ ભારત સરકાર રેલવેના આધુનિકકરણ માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે અને આ પ્રકારના પ્રોજેક્ટ સાથે મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત યાત્રા મળી શકશે. પ્રોજેક્ટ પૂરો થયા પછી અમદાવાદ-રતલામ રૂટ પર ટ્રેન સંચાર વધુ સુચારૂ અને વિશ્વસનીય બનશે.

આ પણ વાંચો : Patanના રાધનપુરમાં ‘માજીસા મોબાઈલ’ની દુકાનમાંથી 55 મોબાઈલ ચોરનાર આંતર જિલ્લા ટોળકી ઝડપાઈ


  • Follow us on: