રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારતીય રેલવેએ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશભરના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાના હેતુથી ટૂંક સમયમાં જ વ્યાપક સ્તરે 'ફાયર સેફ્ટી ઓડિટ'કરવામાં આવશે. આ ઓડિટ અંતર્ગત સ્ટેશનો પર હાલની ફાયર સેફ્ટી સિસ્ટમ્સની ઝીણવટભરી સમીક્ષા કરાશે અને જ્યાં પણ ખામી જણાશે ત્યાં તાત્કાલિક સુધારા કરવામાં આવશે.
કઈ-કઈ બાબતોની તપાસ કરવામાં આવશે?
આ સ્પેશિયલ ઓડિટ માત્ર ઉપરછલ્લું નહીં હોય,પરંતુ સ્ટેશનની તમામ મહત્વપૂર્ણ પ્રણાલીઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે.જેમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ,એર કન્ડીશનીંગ અને વેન્ટિલેશન સિસ્ટમ્સ,ઇમરજન્સી એક્ઝિટ,ફાયર ફાઇટીંગ સિસ્ટમ્સ,પાણીની ઉપલબ્ધતા,પમ્પિંગ અને સ્પ્રિંકલર સિસ્ટમ્સ સહિતની તમામ મહત્વપૂર્ણ સલામતી સિસ્ટમ્સની તપાસ કરશે.ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે રેલવે સ્ટેશનો કોઈપણ આગની કટોકટીનો અસરકારક રીતે જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.













