ઓક્ટોમ્બરમાં નવરાત્રિ અને દિવાળી-છઠ્ઠ પૂજાને લઇને યાત્રીઓની ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ યાત્રીઓની સુવિધા માટે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજધાની દિલ્હીથી બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જનારા યાત્રીઓ માટે અનેક સ્પેશ્યિલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનો સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે કાર્યરત રહેશે. આ ટ્રેનોના સંચાલનથી તહેવારો દરમિયાન મુસાફરો માટે બેઠકોની ઉપલબ્ધતા અને મુસાફરીમાં સરળતા સુનિશ્ચિત થશે.
રેલવેનુ કહેવુ છે કે આ તહેવાર સ્પેશ્યિલ ટ્રેન યાત્રીઓને તહેવાર પર સુરક્ષિત, સુવિધાજનક અને સમય પર યાત્રા કરવામાં મદદ મળશે. રેલવેએ ભીડ ભાડથી બચવા તેમજ સીટ આરક્ષણમાં આસાની માટે યાત્રીઓને અર્ગિમ ટિકિટ બુકિંગની સલાહ પણ આપવામાં આવી છે.
અનેક સ્ટેશનો પર પણ ઉભી રહેશે સ્પેશ્યિલ ટ્રેન
ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નં. 04094 હઝરત નિઝામુદ્દીનથી 21 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર 2025 સુધી દરરોજ ચાલશે. આ ટ્રેન સવારે 11 વાગ્યે રવાના થઇ બીજા દિવસે સવારે 5 વાગ્યે પટના પહોંચશે. જ્યારે ટ્રેન નં. 04093 પાટણાથી 22 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી દરરોજ ચાલશે, જે સવારે 7:45 વાગ્યે નીકળીને બીજા દિવસે સવારે 00:45 વાગ્યે હઝરત નિઝામુદ્દીન પહોંચશે. મુસાફરોની સુવિધા માટે ટ્રેનને ગાજિયાબાદ, ગોવિંદપુરી, પ્રયાગરાજ જંકશન, પંડિત દિનદયાળ ઉપાધ્યાય જં., બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર રોકવામાં આવશે. આ ટ્રેનમાં તમામ કોચ એસી હશે.
દિલ્હીથી આ રીતે ઉપડશે ટ્રેન
તે જ રીતે, દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી પાટલિપુત્ર માટે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચાલશે. ટ્રેન નં. 04096 આનંદ વિહાર ટર્મિનલથી 21 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર સુધી દરરોજ રાત્રે 12:05 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે રાત્રે 9:30 વાગ્યે પાટલિપુત્ર પહોંચશે. પાછા ફરતી ટ્રેન નં. 04095, 22 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી દરરોજ પાટલિપુત્રથી 00:30 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે રાત્રે 9:30 વાગ્યે આનંદ વિહાર ટર્મિનલ પહોંચશે. ટ્રેનને ગાજિયાબાદ, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ જં., વારાણસી જં., ગાજીપુર સિટી, ફેફના જં., બલિયા, સહતવાર, બકુલ્હા, છપરા અને દિઘવારા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી, સ્લીપર અને સામાન્ય કોચ પણ ઉપલબ્ધ હશે.
ટ્રેનમાં એસી અને સ્લીપર બંને કોચ રહેશે
નવી દિલ્હીની હસનપુર રોડ માટે પણ એક સ્પેશિયલ ટ્રેન ચાલશે. ટ્રેન નં. 04098 નવી દિલ્હીફથી 1 ઑક્ટોબરથી 29 નવેમ્બર સુધી દરરોજ સવારે 9:30 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે બપોરે 12 વાગ્યે હસનપુર રોડ પહોંચશે. જ્યારે પાછા ફરતી ટ્રેન નં. 04097 હસનપુર રોડથી 2 ઑક્ટોબરથી 30 નવેમ્બર સુધી દરરોજ બપોરે 3 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સાંજે 6:30 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. ટ્રેનને ગાજિયાબાદ, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, ઐશબાગ, બાદશાહનગર, બારાબંકી, બુઢ્વલ, ગોંડા, ગોરખપુર, કપ્તાનગંજ, સિસવા બજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સગૌલી, બાપૂ ધામ મોટેહારી, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી અને સ્લીપર બંને કોચ રહેશે.