કોચ્ચીથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટને તાત્કાલિક નાગપુરમાં લેન્ડિંગ કરવુ પડ્યુ છે. મંગળવારે નાગપુરના ડૉ. બાબા સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ છે. પ્રાથમિક માહિતી અનુસાર એરલાઇન્સના અધિકારીઓને વિમાનમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળી હતી. ત્યારે ફ્લાઇટે પ્રોટોકોલનું પાલન કરીને વિમાનને ડાયવર્ટ કર્યુ અને નાગપુરના એરપોર્ટ પર પ્લેનને સુરક્ષિત રીતે ઉતાર્યુ હતું.


તપાસ તેજ

નાગપુરના ડીસીપી, લોહિત માતાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી દેવાયા છે. ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હજી સુધી કંઇ જ શંકાસ્પદ મળી આવ્યું નથી. મહત્વનું છે કે ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2706 મસ્કત-કોચીથી દિલ્હી જઇ રહી હતી.

અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ રદ 

આજે વધુ એકવાર અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં ખામી સર્જાઈ હતી. બપોરે 1.10 વાગ્યે ટેક ઓફ થવા જઈ રહેલી એર ઇન્ડિયાની બોઇંગ 788 ફ્લાઈટ રદ કરાઈ હતી. જેના કારણે અમદાવાદથી લંડન જઈ રહેલા યાત્રિકો અટવાયા હતાં. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પહેલા પણ એર ઈન્ડિયાની ફ્લાઈટોમાં ખામી સર્જાવાના બનાવો સામે આવ્યા હતાં. પરંતુ આ ઘટના બાદ ફરીવાર અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની બોઇંગ 788 ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘટના સામે આવી છે. આ ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. બપોરે 1.10 વાગ્યે ટેક ઓફ થવાની હતી પરંતુ ખામી સર્જાવાને કારણે ફ્લાઈટને રદ કરાઈ હતી. જેના કારણે મુસાફરો અટવાઈ પડ્યા હતાં.


  • Follow us on: