છેલ્લા ઘણા દિવસોથી ઇન્ડિગોમાં ફ્લાઇટ કેન્સલ થઇ રહી છે. આજે પણ તે સિલસિલો યથાવત છે. પરિણામે હજારો મુસાફરોને તકલીફ પહોંચી રહી છે. ફ્લાઇટ રદ થવાને કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. તેવામાં આજે સુપ્રીમ કોર્ટ આ અંગે સુનાવણી કરવાનું હતું. પરંત હવે સુપ્રીમ કોર્ટે ઇન્ડિગો કટોકટીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે.
સરકારે પગલા ભર્યા છે
ભારતના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે સરકાર હાલમાં પગલાં લઈ રહી છે. જો પરિસ્થિતિ ત્યાંને ત્યાં જ હોત તો અલગ વાત હતી. અમે સમજીએ છીએ લાખો લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ સરકાર આ મામલો જોઇ રહી છે. તેને જ હેન્ડલ કરવા દો. અરજી કરનાર વકીલ કહ્યું કે હાલ 2500 ફ્લાઇટ રદ છ અને વધુ 95 એરપોર્ટ પ્રભાવિત થયા છે.
શું કરવામાં આવી હતી અરજી ?
ઉલ્લેખનીય છે કે ઇન્ડિગોની 1,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવા અંગે જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આજે, 8 ડિસેમ્બરે આ કેસની સુનાવણી થઇ છે. . સુપ્રીમ કોર્ટના વકીલ નરેન્દ્ર મિશ્રાએ કટોકટીની સુઓ મોટો નોંધ લેવા અને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરતી PIL દાખલ કરી હતી. . સુપ્રીમ કોર્ટમાં અરજીમાં અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક મુસાફરી અને વળતરની માંગ કરવામાં આવી હતી. અરજીમાં મુસાફરોને નોંધપાત્ર અસુવિધા અને માનવતાવાદી કટોકટીનો દાવો કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી હતી.
અરજદારના વકીલે 6 ડિસેમ્બરે CJIની કરી મુલાકાત
ઇન્ડિગો ફ્લાઇટ રદ થવાથી અને વિલંબ થવાથી મુસાફરોને ઘણી અસુવિધા થઈ રહી છે. 6 ડિસેમ્બરે, અરજદારના વકીલે CJI સૂર્યકાંતના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને આ મામલે તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી. ફ્લાઇટ રદ થયા બાદ, સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી હતી.