અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ પ્લેનની કોઇ ખામીને લઇને ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહ્યું છે. જે અંતર્ગત નિયમોને આધીન પ્લેન ટેકઓફ થાય તે પહેલા ખાસ તપાસ કરવામાં આવી રહી છે જો કોઇ ટેક્નિકલ ખામી જણાય તો ફ્લાઇટ રદ કરી દેવામાં આવે છે. ત્યારે આજે દિલ્હીથી ઇન્ડોનેશિયાના બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હી પરત ફરી છે. આવો જાણીએ શું છે કારણ..


કેમ પરત ફરી એરઇન્ડિયાની ફ્લાઇટ

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2145 હાલ દિલ્હી પરત ફરી છે. જેનું કારણ છે પૂર્વી ઇન્ડોનેશિયામાં તીવ્ર જ્વાળામુખી વિસ્ફોટ થયો છે. જ્યાં પ્લેન લેન્ડ કરવાનું હતું તે એરપોર્ટની નજીક જ જ્વાળામુખી વિસ્ફોટ થયો છે. પરિણામે એર ઇન્ડિયાની આ ફ્લાઇટને પરત ફરવાની સલાહ આપવામાં આવી હતી.

આ એરલાઇન્સ પણ પ્રભાવિત

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યા છે. પ્રભાવિત યાત્રીઓને હોટલ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આ ઉપરાંત પૈસા પાછા આપવા અથવા ફરીથી યાત્રા માટેના ઓપ્શન આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે એર ઇન્ડિયાની સાથે સાથે વર્જિન ઓસ્ટ્રેલિયા, જેટ સ્ટાર, એર ન્યૂઝીલેન્ડ અને સિંગાપુરની ટાઇગર એર અને ચીનની જુનેયાઓ એરલાઇન્સ પ્રભાવિત થઇ છે.

32800 ફૂટની ઊંચાઇએ ઉડ્યો ધુમાડો

પૂર્વી ઇન્ડોનેશિયાના જે જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે તે સૌથી સક્રિય જ્વાળામુખીઓમાં એક માઉન્ટ લેવોટોબી લાકી લાકી છે. જે પૂર્વી નૂસા તેંગારા પ્રાંતમાં છે. જ્વાળામુખી મંગળવારે સાંજે ફાટ્યો હતો. જેથી ધુમાડાના ગોટેગોટા 32,800 ફીટથી ઉપર ઉડી રહ્યા છે. જે 150 કિમી દૂરથી પણ દેખાઇ રહ્યા છે.  


  • Follow us on: