ભારતીય નૌસેનામાં પનડૂબ્બી વિરોધી યુદ્ધજહાજ INS માહે સામેલ થયું છે. ‘આત્મનિર્ભર ભારત’ હેઠળ 80% સ્વદેશી સાધનો સાથે તૈયાર કરાયેલું આ જહાજ દુશ્મનની પનડૂબ્બી ઓને ઊંડા પાણીમાં પણ શોધીને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. સબમરીન હન્ટર તરીકે આ જહાજ ભારતની સામુદ્રિક સરહદોની રક્ષા કરશે અને હિંદ મહાસાગરમાં નૌસેનાની શક્તીમાં મોટો વધારો કરશે.


કોચીન શિપયાર્ડમાં તૈયાર કરવામાં આવ્યુ છે

અરબ સાગરથી લઈને હિંદ મહાસાગર સુધી ભારતની સમુદ્રી સરહદોની દરેક ઇંચની રક્ષા માટે આજે નૌસેનાને નવી શક્તિ મળી છે. 24 નવેમ્બરની સવારે મુંબઈના નાવલ ડ્રાયડોકમાં આ અદ્યતન ASW ક્રાફ્ટને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું. આ સાથે જ માહે-ક્લાસનું પ્રથમ સબમરીન હન્ટર સત્તાવાર રીતે ભારતીય જળસીમાની રક્ષા માટે તૈનાત કરવામાં આવશે. કોચીન શિપયાર્ડમાં તૈયાર કરવામાં આવેલુ આ યુદ્ધપોત ન માત્ર ટેકનિકલી કમાલ છે પરંતુ 80% થી વધારે સ્વદેશી ઉપકરણો સાથે બનાવેલુ, આત્મનિર્ભર ભારતનુંસ સૌથી તાકાતવર સમુદ્રી સંદેશ પણ છે.

પશ્ચિમ કિનારે ‘સાઈલન્ટ હન્ટર’ તરીકે કાર્ય કરશે

આ યુદ્ધ પોત માહેની કમિશનિંગથી ઓછા પાણીમાં લડનાર સ્થાનિક જહાજોની નવી પેઢીનો આરંભ થયો છે, જે વધુ ફુર્તિલાં, ઝડપી અને મજબૂત ઈરાદાવાળાં ભારતીય બનશે. 80% કરતાં વધારે સ્વદેશી સામગ્રી સાથે, માહે ક્લાસ યુદ્ધજહાજનું ડિઝાઇન, નિર્માણ અને ઈન્ટિગ્રેશન ભારતની વધતી કુશળતા દર્શાવે છે. આ પશ્ચિમ કિનારે ‘સાઈલન્ટ હન્ટર’ તરીકે કાર્ય કરશે, જે આત્મનિર્ભરતા સાથે ભારતની સમુદ્રી સરહદોની સુરક્ષા માટે સમર્પિત રહેશે.

શું છે માહેની ખાસિયત?

INS Mahe ની સૌથી મોટી શક્તિ તેની ડ્યુઅલ-સોનાર ક્ષમતા છે . એક ઊંડા પાણી માટે અને એક ઊથલા પાણી માટે. એટલે કે દુશ્મનની પનડૂબ્બી ઊંડા પાણીમાં છુપાયેલી હોય કે કિનારા નજીક, INS Mahe તેને શોધી કાઢી શકે છે. આ જહાજ આધુનિક ડિટેક્શન સિસ્ટમ, બે સોનાર અને અદ્યતન સેન્સર્સ સાથે સજ્જ છે. કોઈ પણ પાતાળ નીચે રહેલા ખતરાને અત્યંત ઓછા સમયમાં ટ્રેક, લોક અને ન્યુટ્રલાઈઝ કરી શકે છે. માહે માત્ર એક જહાજ નથી, પરંતુ ભારતીય નૌસેનાની નવી આંખ અને કાન છે, જે પાણી નીચે છુપાયેલા કોઈપણ દુશ્મનને શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે.

ડિઝાઇનિંગ પર ખાસ ધ્યાન

INS Mahe shallow water combat માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. ટોર્પીડો અને રોકેટ ક્ષમતાઓ તટીય વિસ્તારોમાં સબમરીન-હન્ટિંગ ઓપરેશન્સને વધુ શક્તિશાળી બનાવે છે. ઓછા અવાજવાળા ડીઝલ એન્જિન + વોટર જેટ પ્રોપલ્શન તેને સ્ટેલ્થ, સ્પીડ અને સચોટતાનું સંપૂર્ણ સંયોજન આપે છે. 14 નોટની સ્પીડ પર 1,800 નોટિકલ માઈલની રેન્જ અને કિનારાથી 200 નોટિકલ માઈલ સુધી સ્વતંત્ર પેટ્રોલિંગની ક્ષમતા તેને ભારતની સમુદ્રી રક્ષણની રીઢ બનાવે છે.

ભારતની ચેતવણી

INS Mahe ની તૈનાતી માત્ર ભારતની સુરક્ષા વધારતી નથી, પરંતુ હિંદ મહાસાગરમાં સક્રિય ચીન અને પાકિસ્તાનની પનડૂબ્બીઓ માટે પણ કડક ચેતવણી છે. અરબ સાગર હોય કે દક્ષિણ-મધ્ય સમુદ્રી સરહદ ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે કોઈ પણ પનડૂબ્બી ભારતની સમુદ્રી સીમી નજીક પણ છુપાવી શકશે નહીં.


  • Follow us on: