'સાગર' નીતિ હેઠળ ભારતે સુરક્ષા તૈનાતી, પ્રશિક્ષણ સહયોગ અને પોર્ટ કોલ દ્વારા સમુદ્રી ક્ષેત્રમાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યુ છે.
ભારત હવે 'મહાશક્તિ'ની ભૂમિકામાં
અદનની ખાડી, આફ્રિકાના કિનારાઓ અને ઇન્ડો-પેસેફિક ક્ષેત્ર સુધી, ભારતીય નૌસેનાએ ઓક્ટોબર 2025માં પોતાની રણનૈતિક ઉપસ્થિતિ અને ભાગીદારી દરમિયાન એ સ્પષ્ટ કર્યુ છે કે, સમુદ્રી શક્તિના મોર્ચા પર ભારત હવે 'મહાશક્તિ'ની ભૂમિકા ભાજવવા માટે તૈયાર છે. અદનની ખાડીમાં સુરક્ષા તૈનાત, આફ્રિકાના દેશોની સાથે પ્રશિક્ષણ સહયોગ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પોર્ટ કોલ દ્વારા ભારતે ન માત્ર પોતાની 'સાગર' નીતિને જમીન પર ઉતારી છે. પરંતુ પોતાના સમર્થકોને સંદેશ પણ આપ્યો છે કે, હિંદ મહાસાગર હવે ભારતના પ્રભાવ ક્ષેત્રમાં મજબૂતીથી સામેલ છે.
'સુરક્ષા પ્રદાતા'ના રૂપમાં સામેલ
આ સક્રિયતા માત્ર શક્તિ પ્રદર્શન નહી પણ સમુદ્રી સુરક્ષા અને ક્ષેત્રીય સ્થિરતાના પ્રતિ ભારત તરફથી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. લૂંટ વિરોધી અભિયાન, માનવીય સહાયતા મિશનો અને દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસે ભારતને ક્ષેત્રનું 'વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર' બનાવ્યુ છે. આ અભિયાન ભારતને ક્ષેત્રીય 'સુરક્ષા પ્રદાતા'ના રૂપમાં સામેલ કરે છે. અદનની ખાડી અને પશ્ચિમી હિન્દ મહાસાગરમાં ભારતીય નૌસેનાએ પોતાની દીર્ધકાલીન ગશત યથાવત્ રાખી છે. આ ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્ત્વનું છે.
નવા અધ્યાયની શરૂઆત
ઓક્ટોબરમાં આફ્રિકા ભારતની નૌસૈનિક કૂટનીતિનું મુખખ્ય કેન્દ્ર રહ્યુ છે. કેન્યાના નૌસેના પ્રમુખ મેજર જનરલ પોલ ઓવૌર ઓટિએનોની ભારત યાત્રા બન્ને દેશોના સુરક્ષા સંબંધોને નવી ઉંચાઇ પર લઇ ગઇ હતી. આ સાથે ભારતના પ્રથમ પ્રશિક્ષણ સ્કાડ્રને કેન્યાના મોંબાસા પોર્ટ પર કોલ કર્યો હતો. જેથી પ્રશિક્ષણ અને ક્ષમતા નિર્માણમાં નવો અધ્યાય પ્રાપ્ત કરી શકાય. આને ભારત-આફ્રિકા સહયોગનો મજબૂત સંકેત માનવામાં આવી રહ્યો છે.













