ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે ભારતીય નૌકાદળને પ્રથમ સ્વદેશી 3D સર્વેલન્સ રડાર સોંપ્યું છે. TASLએ સ્પેનિશ ડિફેન્સ કંપની ઈન્દ્રા સાથે મળીને તેને બનાવ્યું છે. TASLએ જણાવ્યું કે 3D એર સર્વેલન્સ રડારના ઉત્પાદન સાથે તે આવું કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. TASLએ કહ્યું કે આ સિદ્ધિ આત્મનિર્ભર ભારત તરફ એક સીમાચિહ્નરૂપ છે.













