IndianNavyમાં અદ્યતન યુદ્ધ જહાજ ઉદયગિરિ (F35) અને હિમગિરિ (F34) સામેલ કરવામાં આવ્યા છે. 26 ઓગસ્ટના દિવસે એકસાથે વિશાખાપટ્ટનમમાં પ્રથમ વખત બે મોટા યુદ્ધ જહાજો IndianNavyની સેવામાં સામેલ કરવામાં આવ્યા છે.


દરિયામાં ભારતીય નૌકાદળની બેજોડ શક્તિ

ઓપરેશન સિંદુર બાદ ભારતીય સેના સતત તેની શક્તિઓમાં વધારો કરી રહી છે. પાકિસ્તાનને જમીની અને ટેકનોલોજીના સ્તર પર ઊંધે કાંધ પછાડ્યા બાદ હવે ભારતીય નૌકાદળ દરિયામાં પોતાની શક્તિમાં વધારો કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ આજથી એટલે કે 26 ઓગસ્ટના દિવસે ભારતના પ્રખ્યાત બંદર એવા વિશાખાપટ્ટનમ ખાતે એક સાથે બે મોટા યુદ્ધ જહાજો IndianNavyની સેવામાં હાજર કરવામાં આવ્યા છે. આ બે યુદ્ધ જહાજો અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ છે જે હવે દરિયામાં દેશની તાકાત વધારશે.

સ્ટીલ્થ ફ્રિગેટ્સનો જોરદાર ડબલ ડોઝ

હવે દરેક ભારતીય માથું ઊંચું કરીને ગર્વથી કહી શકે છે કે ભારતીય નૌકાદળનો દરિયામાં સ્ટીલ્થ ફ્રિગેટ્સનો જોરદાર ડબલ ડોઝ છે કેમકે ભારતીય નૌકાદળ તરફથી INS ઉદયગિરી અને હિમગિરીને કાર્યરત કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટની સૌથી ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ 17Aના અત્યાધુનિક યુદ્ધ જહાજો છે, જે બ્રહ્મોસ મિસાઇલ અને બરાક-8 સિસ્ટમથી સજ્જ છે. આ યુદ્ધ જહાજો 75% સ્વદેશી સામગ્રીથી બનેલા છે જે હવે હિંદ મહાસાગરમાં ભારતની સ્થિતિ મજબૂત કરશે.

સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાનું ઉદાહરણ

સ્ટીલ્થ ફ્રિગેટ્સ INS ઉદયગિરી અને હિમગિરીએ માત્ર અદ્યતન યુદ્ધ જહાજ નથી પરંતુ દુનિયા સમક્ષ ભારતની દરિયાઈ શક્તિ અને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાનું એક શક્તિશાળી ઉદાહરણ પણ છે. આ બંને જહાજો ઊંડા સમુદ્રમાં દુશ્મન તરફથી આવતા નાના મોટા તમામ પરાકારના ખતરાઓનો સામનો કરવા સક્ષમ છે. આ બંને યુદ્ધ જહાજોની ડિઝાઇન એટલી ખાસ બનાવી છે કે રડારમાં પણ તેમને પકડવા મુશ્કેલ થઈ પડે છે, જેના કારણે તેમને સ્ટીલ્થ યુદ્ધ જહાજો કહેવામાં આવે છે.

ટેકનિકલ સુવિધાઓ અને શસ્ત્રો

આ બંને ફ્રિગેટ્સ 6700 ટન વજન ધરાવે છે અને 149 મીટર લાંબા છે. તેમની પાસે આધુનિક સંયુક્ત ડીઝલ અને ગેસ (CODOG) પ્રોપલ્શન સિસ્ટમ છે, જે તેમને 30 નોટની ઝડપે દોડવા સક્ષમ બનાવે છે.

બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ: 450 કિમીની રેન્જ ધરાવતી આ મિસાઇલ સમુદ્ર અને જમીન પર લક્ષ્યોને હિટ કરી શકે છે.

બરાક-8 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ વિમાન, ડ્રોન અને મિસાઇલ જેવા હવાઈ ખતરાથી રક્ષણ આપે છે.

વરુણાસ્ત્ર ટોર્પિડો એ ખાસ સબમરીન વિરોધી યુદ્ધ માટે સક્ષમ છે.

76 મીમી નૌકાદળ બંદૂક અને 30 મીમી અને 12.7 મીમી ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ જે યુદ્ધમાં નજીકના ખતરાનો સામનો કરવા માટે ખાસ છે.

કવચ ચાફ રોકેટ લોન્ચર અને મારીચ ટોર્પિડો ડેકોય સિસ્ટમ જે મિસાઇલો અને ટોર્પિડો સામે રક્ષણ આપી શકે છે.

  • Follow us on: