તહેવારોની ભીડ વચ્ચે શનિવારે મુસાફરોને ટ્રેન ટિકિટ બુક કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, કારણ કે IRCTCની વેબસાઈટ ફરીથી ડાઉન થઈ ગઈ છે. ઘણા મુસાફરોએ IRCTC વેબસાઇટ અને એપ પર ટિકિટ બુક ન કરી શકવાની ફરિયાદ કરી છે. આઉટેજ ટ્રેકિંગ પોર્ટલ ડાઉનડિટેક્ટરે IRCTC વેબસાઈટ અને એપ પર આઉટેજની પુષ્ટિ કરી છે.
આઉટેજ ટ્રેકિંગ પોર્ટલ અનુસાર, ઘણા યુઝર્સને ટિકિટ બુક કરતી વખતે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ઘણા યુઝર્સને એપ્લિકેશન અને વેબસાઈટમાં લોગ ઈન કરવામાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. IRCTCએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી પરંતુ યુઝર્સને તેમના X હેન્ડલ પરની ઈ-ક્વેરી લિંક પર તેમની ફરિયાદો નોંધાવવાની સલાહ આપી છે.













