દિવાળી આવી રહી છે. શાળા કોલેજોમાં તો દિવાળી વેકેશન શરૂ થઇ જશે. ત્યારે જો તમે પણ દિવાળીમાં ક્યાંક ફરવા જવા માગતા હોવ, અને ખાસ તો વિદેશમાં. તો IRCTC એક બેસ્ટ પ્લાન લઇને આવ્યું છે. IRCTCએ આ યાત્રાની જાણકારી તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે.


મુંબઇથી ઓસ્ટ્રેલિયા 12 દિવસની ટૂર 

IRCTC આ વખતે ઓસ્ટ્રેલિયાની ટુર કરાવશે.ઓસ્ટ્રેલિયા ફરવાનો એક બેસ્ટ પેકેજ લઇને આવ્યું છે. જેમાં 12 દિવસનો પ્રવાસ છે. IRCTC સાથે ઓસ્ટ્રેલિયાની યાદગાર 12 દિવસની સફર એક સુવર્ણ તક બની શકે છે. IRCTC એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે આ 12 દિવસની સફરમાં 4 શહેરો હશે. મેલબોર્ન, કેર્ન્સ, ગોલ્ડ કોસ્ટ અને સિડનીની મુલાકાત લેવાની તક આપશે. ફ્લાઇટ્સ મુંબઈથી ઉપડશે. IRCTC એ જણાવ્યું હતું કે આ ટ્રીપ માટે લિમિટેડ સીટ હશે. જો તમે બુકિંગ કરવા માંગતા હો, તો કૃપા કરીને તાત્કાલિક બુકિંગ કરવું જરૂરી છે.

IRCTC ટૂર પેકેજની વિગતો

પેકેજના ભાવ (પ્રતિ વ્યક્તિ ધોરણે)

• સિંગલ ઓક્યુપન્સી: ₹464,850

• ડબલ ઓક્યુપન્સી: ₹379,400

• ટ્રિપલ ઓક્યુપન્સી: ₹372,100

• બાળક (4-11 વર્ષ) બેડ સાથે: ₹324,600

• બાળક (4-11 વર્ષ) બેડ વિના: ₹292,400


આ સુવિધાઓ મુસાફરી દરમિયાન ઉપલબ્ધ રહેશે

IRCTC નું "Astonishing Australia Ex Mumbai" ટૂર પેકેજ તમને એક અદ્ભુત આંતરરાષ્ટ્રીય મુસાફરીનો અનુભવ પ્રદાન કરી શકે છે. પ્રવાસીઓ 11 રાત અને 12 દિવસમાં ચાર મુખ્ય ઓસ્ટ્રેલિયન શહેરોનું ફરી શકશે. આ મુખ્ય શહેરોમાં મેલબોર્ન, કેર્ન્સ, ગોલ્ડ કોસ્ટ અને સિડનીનો સમાવેશ થાય છે. આ પ્રવાસ 11 નવેમ્બર, 2025 થી શરૂ થશે અને 22 નવેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે. નાસ્તો, લંચ અને ડિનર પણ પેકેજમાં શામેલ છે.

  • Follow us on: