શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 મિશન હેઠળ ISS જનાર પ્રથમ ભારતીય છે. તેઓ ISRO અને NASAના સહયોગથી આ મિશનમાં સામેલ થયા હતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની તેમની આ યાત્રા ભારતની અંતરિક્ષ ક્ષમતાઓનું ઐતિહાસિક પ્રતિક બની છે.


શુભાંશુએ જણાવ્યા પોતાના અનુભવ

અંતરિક્ષમાંથી પરત ફરેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ પોતાની આ ઉપલબ્ધિને ભારતની સિદ્ધી ગણાવી હતી. ઇસરોના અધ્યક્ષ ડૉ.વી.નારાયણની સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. અને ISS અંગે પોતાના અનુભવ જણાવ્યા હતા. શુભાંશુએ જણાવ્યુ હતુ કે, અંતરિક્ષનો અનુભવ પૃથ્વી કરતા તદ્દન અલગ છે. આ એક અવિશ્વસનીય અનુભવો હતો. શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 મિશન હેઠળ ISSની યાત્રા કરનાર પ્રથમ ભારતી બન્યા છે. શુભાંશુએ ભારત સરકાર, ઇસરો અને શોધકર્તાઓનો આભાર માન્યો હતો. અને કહ્યુ હતુ કે તેમના સમર્થનના કારણે આ મિશન સંભવ બન્યુ છે. અંતરિક્ષમાં શરૂઆતી દિવસ પડકારજનક હતા. અનેન પૃથ્વી પર પરત ફરીને ગુરુત્વાકર્ષણ સાથે દિનચર્ચા શરુ કરવી પણ કઠિન હતી.

પીએમ મોદી સાથે શુભાંશુની મુલાકાત

શુભાંશુ શુક્લાએ નાસાના સહયોગથી એક્સિઓમ-4 મિશન હેઠળ ISS પર 15 જુલાઇએ સફળતાપૂર્વક કાર્ય પૂર્ણ કર્યુ હતુ. તેઓ દિલ્હીમાં પીએમ મોદીને પણ મળ્યા હતા. અને પોતાના અનુભવ જણાવ્યા હતા. પીએમ મોદી સાથે મુલાકાત કરતા તેઓે ISS ફોટો અને વીડિયો પણ બતાવ્યા હતા. તો સાથે તેઓઓ રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યુ હતુ કે, શુભાંશુ શુક્લાની સિદ્ધી યુવાઓ માટે પ્રેરણાદાયી બનશે. જેના કારણે વિજ્ઞાન માટે યુવાઓની રૂચી વધશે. 

  • Follow us on: