ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુકલા પોતાની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની મુસાફરી બાદ રવિવારે 17 ઓગસ્ટે ભારત પરત આવવાના છે. ઈસરો પોતાની પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન 2027માં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. શુભાંશુના અનુભવ તેમાં મોટી ભૂમિકા ભજવશે. તે ભારત આવ્યા બાદ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે અને પોતાના શહેર લખનઉં પણ જશે.
18 દિવસ અંતરિક્ષમાં રહ્યા ગ્રુપ કેપ્ટન
શુભાંશુ શુક્લા જે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન છે. જે છેલ્લા 1 વર્ષથી અમેરિકામાં હતા. ત્યાં તેમને Axiom-4 મિશન માટે ટ્રેનિંગ લીધી. 25 જૂન 2025એ ફ્લોરિડાના સ્પેસએક્સ ડ્રેગન કેપ્સુલથી લોન્ચ થયા બાદ 26 જૂને તે ISS પર પહોંચ્યા. 15 જુલાઈએ તે પૃથ્વી પર પરત ફર્યા. આ 18 દિવસના મિશનમાં તેમને 3 અન્ય અંતરિક્ષ મુસાફરો સાથે 60થી વધારે પ્રયોગ કર્યા. તમને જણાવી દઈએ કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 25 ઓગસ્ટે લખનઉં આવશે. શુભાંશુ પોતાના પરિવારની સાથે એરપોર્ટથી પોતાના આવાસ સુધી રોડ શો દ્વારા લખનઉંના લોકોનો આભાર માનશે. શુભાંશુ ઈતિહાસ રચ્યા બાદ પ્રથમવાર લખનઉં પોતાના પરિવારને મળવા પહોંચશે.
શુભાંશુ શુક્લાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
શુભાંશુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે પ્લેનમાં બેઠેલા જોઈ શકાય છે. તેમને લખ્યું કે જેવો હું ભારત આવવા માટે પ્લેનમાં બેઠો, મારા હ્રદયમાં ઘણી ભાવનાઓ ચાલી રહી છે. મને તે શાનદાર લોકો પાસેથી વિદાય લેતા ખુબ જ દુ:ખ થઈ રહ્યો છે, જે છેલ્લા 1 વર્ષથી મારા મિત્ર અને પરિવાર જેવા હતા. સાથે જ પોતાના પરિવાર, મિત્રો અને દેશવાસીઓને પ્રથમવાર મળવાની ખુશી પણ છે. આ જ જીવન છે- બધુ જ એક સાથે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટે પોતાના ભાષણમાં કહ્યું હતું કે આપણા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અંતરિક્ષ સ્ટેશનથી પરત આવ્યા છે. આગામી દિવસોમાં તે ભારત આવશે. તેમનો પરિવાર તેમની રાહ જોઈ રહ્યો છે. 22-23 ઓગસ્ટે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ સમારોહમાં પણ ભાગ લેશે.