જમ્મુ કાશ્મીરના અનંતનાગ શહેરમાં એક સક્રિય લશ્કર આતંકી દેખાયા બાદ સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં વિસ્તારને કોર્ડન કર્યો અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ આતંકીને સ્થાનિક બજાર વિસ્તારમાં ચાલતો જોવામાં આવ્યો હતો. આ સુચના મળતા જ સુરક્ષા દળોએ તરત જ વિસ્તારને કોર્ડન કરીને તપાસ અભિયાન શરૂ કરી દીધું છે.
ડેન્ઝરપોરા અને કાજીબાગ વિસ્તારને પુરી રીતે ઘેરી લેવામાં આવ્યો
આ અભિયાનમાં સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની ક્વિક રિએક્શન ટીમમાં તૈનાત કરવામાં આવ્યા છે. અનંતનાગના ડેન્ઝરપોરા અને કાજીબાગ વિસ્તારને પુરી રીતે ઘેરી લેવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન વિસ્તારમાં લોકોની અવરજવર પર કડક નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ જે આતંકીની શોધખોળ કરવામાં આવી રહી છે, તેની ઓળખ લતીફ ભટ તરીકે થઈ છે.
અનંતનાગ શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
આ વ્યક્તિ કુલગામ જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને લશ્કર-એ-તૈયબાનો સક્રિય સભ્ય છે. લતીફ ભટ હાલમાં જ લશ્કર-એ-તૈયબાના નવા શેડો ગ્રુપ કાશ્મીર રિવોલ્યૂશન આર્મીમાં સામેલ થયો હતો. સ્થાનિક બજાર વિસ્તારમાં આતંકીની હાજરની જાણકારી મળ્યા બાદ સમગ્ર અનંતનાગ શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાદળોએ શંકાસ્પદ વિસ્તારમાં વધારે જવાન તૈનાત કરી દીધા છે, જેથી કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિ સામે તાત્કાલિક સામનો કરી શકાય.
શંકાસ્પદ ગતિવિધ પર નજર
સાથે જ સામાન્ય જનતાને પણ સર્તક રહેવા અને કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તાત્કાલિક સુચના આપવાની અપીલ કરવામાં આવી છે. હાલમાં ડેન્જરપોરા અને કાજીબાગ વિસ્તારોમાં ઘરે ઘરે તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષાદળોનું કહેવું છે કે ઓપરેશન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યા સુધી સમગ્ર વિસ્તારને સંપૂર્ણ રીતે સુરક્ષિત જાહેર કરવામાં ના આવે. હાલમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી તપાસ બાદ કરવામાં આવશે.
આ પણ વાંચો: New Airlines: ઇન્ડિગોની નહી ચાલે મનમાની, કેન્દ્ર સરકારે નવી 3 એરલાઇન્સને આપી મંજૂરી