ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઈહોંગે કહ્યું છે કે ભારત-ચીન સરહદ પર પરિસ્થિતિ હવે સ્થિર છે અને બંને દેશો હવે સરહદ વ્યવસ્થાપન અને નિયંત્રણ સંબંધિત નિયમો પર ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ચાર વર્ષના લશ્કરી ગતિરોધ પછી, બંને પક્ષો હવે સંબંધો સુધારવા તરફ પગલાં લઈ રહ્યા છે. રાજદૂત શુએ વધુમાં કહ્યું હતુ કે, કૈલાશવ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાની યોજના તૈયાર છે. તેમનું માનવું છે કે આ યાત્રા ફરી શરૂ થવાથી ભારત અને ચીન વચ્ચેના સંબંધોને 'નવી ઉર્જા' મળશે અને જાહેર સ્તરે વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.


વેપાર સંબંધી મુદ્દાઓ ઉકેલાશે

ચીનના રાજદૂત શુ ફેઈહોંગે કહ્યું કે, સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. એરલાઇન્સ અને સરકાર બંને આમાં સામેલ છે. આ ઉપરાંત, અન્ય સામાજિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન પણ પુનર્જીવિત કરવામાં આવશે. જેથી બંને દેશો વચ્ચે વાતચીત વધી શકે છે. શુ ફેઇહોંગે જણાવ્યુ હતુ કે, બંને દેશો રોકાણ અને વેપાર સંબંધિત મુદ્દાઓના ઉકેલ તરફ પણ આગળ વધશે. તેમણે કહ્યું કે આ મુદ્દાઓ પર પારદર્શક અને રચનાત્મક વાતચીત જરૂરી છે. જેથી આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ શકે છે.

દલાઇ લામા મામેલ વિવાદ

ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલા સમર્થન પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે, રાજદૂતે સ્પષ્ટતા કરી કે ભારત-ચીન સંબંધો કોઈપણ ત્રીજા દેશ વિરુદ્ધ નથી. તેમણે કહ્યું કે બેઇજિંગનો પાકિસ્તાન સાથેનો સંબંધ ભારત વિરુદ્ધ નથી. રાજદૂત શુએ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુના નિવેદનની ટીકા કરી હતી. જેમાં તેમણે દલાઈ લામાના પુનર્જન્મ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે બેઇજિંગે ભારતના વિદેશ મંત્રાલયના નિવેદનની નોંધ લીધી છે. પરંતુ ભારતે આ મુદ્દા પર કોઈ સત્તાવાર વલણ અપનાવ્યું નથી.

  • Follow us on: