કાનપુરના કાકાદેવ વિસ્તારમાં સ્થિત એક કોચિંગ સેન્ટરમાં સુરક્ષા ગાર્ડની નોકરી કરનારા એક વ્યક્તિને CGSTએ 3 કરોડ રૂપિયાથી વધારેની ટેક્સની નોટિસ મોકલી છે. જ્યારે ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિની માસિક આવક માત્ર 10,000 રૂપિયા છે પણ વિભાગના રેકોર્ડમાં તેમના નામ પર 17.47 કરોડ રૂપિયાનો કપડાનો વેપાર નોંધાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે.


કેમ આ વ્યક્તિને મળી નોટિસ?

આ વ્યક્તિ આવાસ વિકાસ કોલોનીમાં રહે છે અને તેને લગભગ 2 અઠવાડિયા પહેલા પોસ્ટના માધ્યમથી એક પેજની નોટિસ મળી હતી. પાડોશીને આ નોટિસ બતાવી તો કહ્યું કે આ કાગળ નકલી છે પણ આ વ્યક્તિએ નોટિસને સંભાળીને રાખી, ત્યારબાદ 21 ઓગસ્ટે ફરી પોસ્ટ દ્વારા 32 પેજની મોટી નોટિસ આ વ્યક્તિને આપવામાં આવી. તેમાં ના માત્ર આ વ્યક્તિનું એડ્રેસ અને પાનનંબર દાખલ હતો પણ 7 દિવસની અંદર તમામ દસ્તાવેજોની સાથે વિભાગની સમક્ષ હાજર થવાનો પણ આદેશ હતો.

3,14,56,000 રૂપિયાના ટેક્સની ચુકવણી કરવાનો આદેશ

નોટિસમાં જણાવ્યા મુજબ આ વ્યક્તિના નામ પર 17,47,56,000 રૂપિયાના કપડાનો વેપારનો કારોબાર નોંધાયેલો છે. તેની પર 3,14,56,000 રૂપિયાના ટેક્સની ચુકવણી કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ આ અંગે કહ્યું કે નોટિસનો સમય પર જવાબ આપવો જરૂરી છે. તેમને એ પણ સ્પષ્ટ કર્યુ કે નોટિસની સત્યતાની તપાસ તે કાર્યાલયમાં થશે, જ્યાંથી નોટિસ ઈસ્યુ થઈ છે.  

  • Follow us on: