ભારતીય પાસપોર્ટના સુરક્ષા ધોરણોને વધુ સુધારવા માટે વિદેશ મંત્રાલયે દેશભરમાં ઈ-પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
નવો પાસપોર્ટ ઈ-પાસપોર્ટ હશે
ભારતમાં હાઇ ટેક E-Passport સુવિધા શરૂ થવા જઈ રહી છે. વિદેશ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0 હેઠળ હવે બધા નવા પાસપોર્ટ RFID ચિપ એન્ટેના અને બાયોમેટ્રિક ડેટાથી સજ્જ હશે. વિદેશ મંત્રાલય ના જણાવ્યા અનુસાર, પાસપોર્ટની આ નવી ટેકનોલોજી ઓળખ ચકાસણીને ઝડપી બનાવશે અને છેતરપિંડીની શક્યતાને નોંધપાત્ર રીતે ઘટાડશે.નવો પાસપોર્ટ બિલકુલ જૂના પાસપોર્ટ જેવો દેખાય છે, તેમાં કવર પર અશોક સ્તંભ નીચે એમ્બેડ કરેલી ચિપ છે.
જૂન 2035થી બધા ભારતીય પાસપોર્ટ ઈ-પાસપોર્ટ
જો તમે 28 મે, 2025 ના રોજ અથવા તે પછી નવો પાસપોર્ટ જારી કર્યો હોય અથવા તમારો પાસપોર્ટ રિન્યુ કરાવ્યો હોય, તો તમારો નવો પાસપોર્ટ ઈ-પાસપોર્ટ હશે. આ નવો પાસપોર્ટ બિલકુલ જૂના પાસપોર્ટ જેવો દેખાય છે. જૂન 2035 થી બધા ભારતીય પાસપોર્ટ ઈ-પાસપોર્ટ હશે, જ્યારે હાલના પાસપોર્ટ તેમની સમાપ્તિ તારીખ સુધી માન્ય રહેશે. તમારો નવો પાસપોર્ટ પાસપોર્ટ ધારકની બધી માહિતી સંગ્રહિત કરશે.
નકલી પાસપોર્ટનો દુરુપયોગ અટકશે
નવો પાસપોર્ટ એરપોર્ટ પર અનુકૂળ, સુરક્ષિત, સમય બચાવનાર અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નિયમોનું સરળતાથી પાલન કરશે એ સિવાય ઈ-પાસપોર્ટ માત્ર નકલી પાસપોર્ટ બનાવવા અને નકલી પાસપોર્ટ બનાવવા માટે દસ્તાવેજોનો દુરુપયોગ અટકાવશે નહીં, પરંતુ એરપોર્ટ ઈમિગ્રેશન પ્રોસેસિંગ સમય પણ ઘટાડશે. વધુમાં, ઈમિગ્રેશન કાઉન્ટર ઓફિસરને હવે દરેક દસ્તાવેજ ચકાસવાની જરૂર રહેશે નહીં.