જો લોકોનું કામ કાજ વધારે મુસાફરી વાળું હોય છે, તેમને પૂછવામાં આવે કે સૌથી વધારે માથાકૂટ વાળું કામ કયું છે? તો એક પણ સેકન્ડની રાહ જોયા વગર જવાબ મળે કે ટોલ ચૂકવવાની ઝંઝટ સૌથી વધારે ત્રાસદાયક હોય છે. ત્યારે હવે ભારત સરકાર મુસાફરોને આ ત્રાસમાંથી મુક્ત કરવા વાર્ષિક ટોલ પાસની નવી સુવિધા લાવી છે.


ભારત સરકારની વાર્ષિક ટોલ પાસની સુવિધા

સૌથી પહેલા તો અહિયાં એ જાણવું જરૂરી છે, કે વાર્ષિક ટોલ પાસ શું છે? તો જો તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વારંવાર મુસાફરી કરો છો, તો દર વખતે ટોલ ચૂકવવાની ઝંઝટ થતીજ હોય છે. ત્યારે હવે સરકારે વાર્ષિક ટોલ પાસની સુવિધા શરૂ કરી છે, જેમાં તમે એક વર્ષ માટે નિશ્ચિત રૂટ પર 200 વખત મફત મુસાફરી કરી શકો છો, તે પણ દર વખતે ટોલ ચૂકવ્યા વિના. આમ થવાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વારંવાર મુસાફરી કરતાં લોકોનો સમય બચી જશે.

વાર્ષિક ટોલ પાસ શું છે?

દરકાર દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વારંવાર મુસાફરી કરતાં લોકોની સમસ્યાને પહોંચી વળવા માટે વાર્ષિક ટોલ પાસ સુવિધા ચાલુ કરવામાં આવી છે. આ એક પ્રકારનો ડિજિટલ પાસ છે, જે તમને નિશ્ચિત ટોલ રૂટ પર વર્ષમાં 200 મફત ટ્રિપ કરવાની મંજૂરી આપે છે. આનો અર્થ એ છે કે જો તમે ઓફિસ કે વ્યવસાય માટે દરરોજ એક જ હાઇવે રૂટ પર મુસાફરી કરો છો, તો દર વખતે FASTag માંથી પૈસા કાપવાની જરૂર રહેશે નહીં. જોકે, આ સેવા 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. નિયમિત મુસાફરો, સ્કૂલ બસો, જાહેર પરિવહન અને કંપનીઓના વાહનોને આ પાસનો સૌથી વધુ ફાયદો થશે.

કયા દસ્તાવેજોની જરૂર પડશે?

વાર્ષિક ટોલ પાસ માટે, તમારે કેટલીક મૂળભૂત વિગતો આપવી પડશે. આ માટે વાહન નોંધણી નંબર, વાહન માલિકનું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ જો હોય તો, નિશ્ચિત રૂટ અને વાહન શ્રેણી વિશેની માહિતીની જરૂર આપવાની રહેશે. વાર્ષિક ટોલ પાસ માટે અરજી કરવા માટે બે ડિજિટલ પ્લેટફોર્મ છે. તમે આ પાસ માટે ઓનલાઈન મોડમાં ખૂબ જ સરળ રીતે અરજી કરી શકશો. આ માટે, NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) અને MORTH (માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય) એ તેમના પોર્ટલ અને એપ્સ પર એક નવી લિંક શરૂ કરવાની યોજના બનાવી છે. તેની સંપૂર્ણ પ્રક્રિયા અહીં સમજો.

NHAI અને MORTH વેબસાઇટ પર પાસ એક્ટિવેટ થશે.

આ પાસ એક્ટિવેટ  માટે, NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) અને MoRTH (માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય) એ તેમના પોર્ટલ અને એપ્સ પર એક નવી લિંક શરૂ કરવાની યોજના બનાવી છે. સૌ પ્રથમ NHAI / MoRTH ની સત્તાવાર વેબસાઇટ - https://nhai.gov.in અથવા https://morth.nic.in પર જાઓ. ત્યારબાદ હોમપેજ પર વાર્ષિક ટોલ પાસ ની લિંક જોવા મળશે. તેના પર ક્લિક કરો અને ફોર્મ ભરો.આ પછી, જરૂરી વિગતો ભર્યા પછી ચુકવણી કરો. નોંધણી પછી પાસ એક્ટિવેટ થઈ જશે. વાર્ષિક ટોલ પાસ માટેની આ બધી માહિતી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ટ્વિટ મુજબ આપવામાં આવી છે. 

  • Follow us on: