ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધના માહોલમાં ઈરાન સરકારે પોતાના દેશના નાગરિકોને વોટ્સએપ ડીલીટ કરવાની સલાહ આપી છે. સરકારી ટીવી દ્વારા દેશના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ફોનમાંથી વોટ્સ અપ હટાવી દે. ગૂગલ પ્લે સ્ટોર પર પણ બેન લાગી ગયો છે. જો કે પછીથી આ પ્રતિબંધોને હટાવી દેવાયા હતા. ફરી એક વખત વોટ્સઅપને લઈને સરકારની ચિંતાઓ વધી છે. આ ચિંતાઓનું કારણ વોટ્સએપની પેરન્ટ કંપની મેટા છે. જે મૂળ રૂપે એક અમેરિકાની કંપની છે.
રિપોર્ટ અનુસાર ઈરાનની સરકારનું એવું માનવું છે કે વોટ્સઅપના માલિકો યુઝર્સની જાણકારી ઈઝરાયલને મોકલે છે. એટલે કે ઈરાનને એવું લાગે છે કે તેમના નાગરિકોની જાણકારી ઈઝરાયલ સુધી પહોંચી રહી છે. સમસ્યા એ પણ છે કે જો ઈરાન વોટ્સઅપ પર બેન લગાવવા છતા લોકોને આ એપનો ઉપયોગ કરતા રોકી શકશે નહીં કારણકે આ એપ લોકોના ફોનમાં પહેલેથી ઈનસ્ટોલ છે અને આજકાલ વીપીએનનો ઉપયોગ કરીને પણ લોકો એપને એક્સેસ કરી લે છે. વોટ્સએપે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે લોકોના સટીક લોકેશનને ટ્રેક કરતું નથી. કોણ કેટલા મેસેજ મોકલે છે અને કેવી રીતે મોકલે છે તે ટ્રેક કરી શકાતું નથી. વોટ્સઅપ કોઈ ઈન્ફર્મેશન બ્લકમાં શેર કરતું નથી.













