સોશિયલ મીડિયા પર તમે આવા ઘણા વીડિયો જોયા હશે જેમાં પાયલોટ ખતરનાક રનવે પર ફ્લાઈટ લેન્ડ કરી રહ્યો છે. ક્યારેક આ રનવે પર્વતોની વચ્ચે હોય છે તો ક્યારેક દરિયા કિનારે.


પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સંપૂર્ણપણે ફેક હોય છે. પરંતુ કેટલાક રનવે ખરેખર એવા હોય છે, જ્યાં પાયલોટને ખરેખર પ્લેન લેન્ડ કરવામાં મુશ્કેલી પડે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં આવા ઘણાં રનવે છે.

લેંગપુઈ એરપોર્ટ

લેંગપુઈ એરપોર્ટ મિઝોરમમાં બનેલું છે. આ બીજા વિશ્વયુદ્ધ પહેલા બનેલું એરપોર્ટ છે. તે મિત્ર દેશની સેનાઓ દ્વારા બનાવવામાં આવેલું ટેબલટોપ એરપોર્ટ છે. તેની બંને બાજુ ખીણો છે અને રનવે નીચે પાણી વહે છે.

કુશોક બકુલા રિમ્પોચી એરપોર્ટ

જમ્મુ કશ્મીરના લેહના કુશોલ બકુલા રિમ્પોચી એરપોર્ટ પણ ટેબલટોપ એરપોર્ટ છે. અહીં પણ પ્લેનને ઉતરવું બહુ મુશ્કેલ છે. આ રનવેની ચારે બાજુ પહાડ અને બરફ જ જોવા મળે છે.

ગગ્ગલ એરપોર્ટ

હિમાચલ પ્રદેશમા કાંગડામાં બનેલા ગગ્ગલ એરપોર્ટની ઉંચાઈ 2492 ફીટ છે. આને પણ ખતરનાક એરપોર્ટના રૂપમાં ગણવામાં આવે છે. અહીંયા હવામાન ખરાબ હોવાને કારણે ફ્લાઈટ લેન્ડ કરાવવામાં મુશ્કેલી પડે છે.

કોઝિકોડ એરપોર્ટ

કેરલનું કોઝિકોડ એરપોર્ટ કોઝિકોડ નગરમાં સ્થિત છે. આ અરબ સાગરના તટ પર બનેલું છે. પેહલા તેને કાલીકટ એરપોર્ટ પણ કહેવામાં આવે છે. હવામાન ખરાબ હોવાથી આ રનવે બંધ કરી દેવામાં આવે છે.

લક્ષ્યદ્વીપ એરપોર્ટ

લક્ષ્યદ્વીપ એરપોર્ટ વિશાલ મહાસાગરના તટ પર બનેલું છે, આ એરપોર્ટ ખૂબ જ સુંદર છે, પરંતુ ટેકઓફ અને લેન્ડિંગ વખતે લોકો ખૂબ ડરે છે.

કુલ્લુ એરપોર્ટ

કુલ્લુ એરપોર્ટ એક સ્થાનિક એરપોર્ટ છે. તે ભુંતરમાં આવેલું છે. આ એરપોર્ટ બિયાસ નદીના કિનારે આવેલું છે. તેનો રનવે ખૂબ જ ટૂંકો છે અને નજીકમાં એક ઊંડી ખાડી છે.

મેંગલોર એરપોર્ટ

મેંગલોર એરપોર્ટ પણ ટેબલટોપ એરપોર્ટ છે. અહીં લેન્ડિંગ અને ટેકઓફ કરવું પણ ખૂબ મુશ્કેલ છે. મે 2010 માં, એર ઈન્ડિયાનું એક વિમાન રનવે પરથી ઉતરી ગયું અને ટેકરી પરથી નીચે પડી ગયું, જેમાં આગ લાગી. તેમાં 166 લોકો સવાર હતા, જેમાંથી ફક્ત 8 લોકો જ બચી શક્યા.


  • Follow us on: