પશ્ચિમ બંગાળની રાજધાની કલક્તામાં ફરી એક વખત ગેંગરેપની ઘટના બનવા પામી છે. આ વખતે TMCના નેતા મનોજીત મિશ્રા પર ગેંગરેપનો ગુનો નોંધાયો છે. જો કે સવાલ એ છે કે બપોરે કોલેજના બિલ્ડીંગમાં વિદ્યાર્થીનીને લઈ જઈને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો. મેડિકલ તપાસમાં પીડિતાના તમામ દાવાઓની પુષ્ટિ થઈ છે. તપાસમાં પીડિતાના શરીર પર દાંતના નિશાન, નખ પર ખંજવાળ અને બળજબરીથી જાતીય કૃત્યોના પુરાવા મળ્યા છે.


કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા

પિડીતાએ કરેલી ફરિયાદ પ્રમાણે આ ઘટનામાં મુખ્ય આરોપી મોનોજીત મિશ્રા છે. તે કોલેજનો ભૂતપુર્વ વિદ્યાર્થી છે અને તૃણમૂળ કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદ યુનિટનો અધ્યક્ષ રહી ચૂક્યો છે. આ સિવાય એફઆીઆરમાં બે બીજા આરોપીઓના નામ પણ નોંધવામાં આવ્યા છે. પોલીસે આ તમામને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. 

આરોપીએ કર્યું હતું લગ્નનું દબાણ

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મોનોજીત મિશ્રાએ તેને લગ્ન કરવા દબાણ કર્યું હતું. જ્યારે પીડિતાએ તેને કહ્યું કે તેનો બોયફ્રેન્ડ છે, ત્યારે આરોપીએ તેને નુકસાન પહોંચાડવાની અને તેના માતાપિતાને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આરોપીએ તેના બોયફ્રેન્ડને રુમમાં બંધ કરી દીધો હતો. 

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, "આરોપીઓએ આખી ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. તેણે મને ધમકી આપી હતી કે જો હું બહાર જઈને કંઈ કરીશ તો તે આ વીડિયો બધાને બતાવશે."જ્યારે હું રુમમાંથી બહાર નિકળવાનો પ્રયત્ન કરતી હતી તો તેમણે મને હોકી સ્ટીકથી મારવાની કોશિશ કરી. મને ન્યાય જોઈએ છે. 


  • Follow us on: