બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ કેસમાં દિલ્હીની એક અદાલત તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ પરિવાર ગુનાહિત સાહસ તરીકે કાર્યરત હતો.


રિવાર ગુનાહિત સિન્ડિકેટ તરીકે કામ કરતો-કોર્ટ 

દિલ્હીની એક કોર્ટે નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે આરોપો ઘડ્યા છે. કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે લાલુ યાદવ અને તેમનો પરિવાર ગુનાહિત સિન્ડિકેટ તરીકે કામ કરતા હતા. આરોપીઓમાં વ્યાપક ગુનાહિત કાવતરું હોવાના સ્પષ્ટ સંકેતો છે. સીબીઆઈ કેસ પ્રથમ દ્રષ્ટિએ જમીનના બદલામાં નોકરીઓ આપવાનું કાવતરું સ્થાપિત કરે છે. ટ્રાયલ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. લાલુ યાદવની પત્ની રાબડી દેવી, મીસા ભારતી અને પુત્ર તેજસ્વી યાદવ આ કેસમાં આરોપી છે.

કોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું?

 જજ વિશાલ ગોગ્નેએ આદેશ આપતા કહ્યું કે કોર્ટે શંકાના આધારે એ માલુમ કર્યુ છે કે લાલુ યાદવે પોતાના પરિવાર માટે સ્થાવર મિલકતો મેળવવા સાર્વજનિક રોજગાર સોદેબાજીને એક હથિયારના રૂપે ઉપયોગ કરીને એક મોટુ ષડયંત્ર રચ્યું હતું. કોર્ટે આગળ કહ્યું કે જે ચાર્જસીટમાં કહેવામાં આવ્યું છે તેને માની લેવામાં આવે તો આ મામલામાં લાલુ યાદવે પોતાના નજીકના સહયોગીઓનો સાથ મળ્યો છે.


સીબીઆઈએ તેની ચાર્જશીટમાં શું કહ્યું?

આ કેસમાં દાખલ કરાયેલી સીબીઆઈ ચાર્જશીટમાં જણાવાયું છે કે 2004 થી 2009 સુધી રેલ્વે મંત્રી તરીકે સેવા આપતી વખતે, લાલુ પ્રસાદ યાદવે નોકરીઓના બદલામાં ઉમેદવારો પાસેથી ભેટ તરીકે જમીન સ્વીકારી હતી. ચાર્જશીટમાં જણાવાયું છે કે રેલ્વે મંત્રી તરીકે સેવા આપતી વખતે, તેમણે રેલ્વેમાં ગ્રુપ ડી માટે ઉમેદવારોની ભરતી કરવા માટે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, અને બદલામાં ઉમેદવારોની જમીન લાલુ પ્રસાદ યાદવના પરિવાર અથવા તેમના નજીકના લોકોના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી.

લેન્ડ ફોર જોબ્સ કૌભાંડમાં શું થયું?

2020 પછી, સીબીઆઈ અને EDએ લેન્ડ ફોર જોબ્સ કૌભાંડના સંદર્ભમાં બિહાર અને દિલ્હીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ, સીબીઆઈએ 18 મે, 2022 ના રોજ આ મામલે કેસ નોંધ્યો હતો. 7 ઓક્ટોબર, 2022 ના રોજ, સીબીઆઈએ નોકરી માટે જમીન યોજનામાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. જૂન 2024 માં, સીબીઆઈએ આ કેસમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ આ કેસમાં 107 લોકોને આરોપી તરીકે નામ આપ્યા હતા, જેમાં 38 લોકોએ જમીનનો વેપાર કરીને નોકરીઓ મેળવી હતી. આરોપીઓમાંથી પાંચના મૃત્યુ થયા છે. કોર્ટે હવે આ કેસમાં 41 આરોપીઓ સામે આરોપો ઘડ્યા છે.

ક્યારે હતા લાલુ યાદવ રેલવે મંત્રી ? 

કોંગ્રેસ ગઠબંધન 2004ની લોકસભા ચૂંટણી જીત્યું. લાલુ યાદવની પાર્ટીએ આ ચૂંટણીમાં 24 બેઠકો જીતી હતી. આ બેઠકોના કારણે લાલુ મનમોહન સિંહ સરકારમાં રેલ્વે મંત્રી બન્યા. લાલુના નજીકના સહયોગી રઘુવંશ પ્રસાદ સિંહને મનમોહન સિંહ સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લાલુએ 2004 થી 2009 સુધી મનમોહન સિંહ સરકારમાં રેલ્વે મંત્રી તરીકે સેવા આપી હતી.

  • Follow us on: