પન્ના કી તમન્ના હે કે હીરા મુજે મિલ જાએ... જી હાં, મધ્ય પ્રદેશના પન્નાના દરેક વ્યક્તિની એવી જ આશા હોય છે.અને એવું બને પણ છે... પન્નાની ધરતી કોઈને પણ રાતોરાત રંકમાંથી રાજા બનાવી દે છે. હમણાં થોડા દિવસ પહેલા જ ધરતીએ એક મજૂર મહિલાનું નસીબ બદલી નાખ્યું.
હકીકતમાં, મધ્ય પ્રદેશના પન્નામાં મજૂરી કરતી એક મહિલા ને એક જ સપ્તાહમાં આઠ કિંમતી હીરાઓ મળ્યા છે, જેની કિંમત કરોડો રૂપિયાની છે. આ મજૂર મહિલા છે રચના ગોલદાર, જે બડગડી ગામની રહેવાસી છે. રચનાને એક અઠવાડિમાં કુલ 2.53 કેરેટ વજનના આઠ હીરા મળ્યા છે, જેમાંથી છ ઉચ્ચ ગુણવત્તાવાળા છે.મળતી માહિતી આ તમામ હીરાઓ મહિલાએ હીરા કચેરીમાં જમા કરાવ્યા છે અને હવે તેમને આગામી હરાજીમાં મૂકવામાં આવશે.
કિંમત હીરાની કટ, રંગ, પારદર્શિતા અને આકાર પર આધારિત
એક વેપારીના જણાવ્પયા અનુસાર પન્નાનો હીરો 2.53 કેરેટનો હોય અને સારી ગુણવત્તાવાળો હોય તો તેની કિંમત હીરાની કટ, રંગ, પારદર્શિતા અને આકાર પર આધાર રાખે છે. તેની કિંમત કેટલાક લાખોથી લઈને ઘણા કરોડ રૂપિયાની હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક ઉત્તમ કટ, VS1 સ્પષ્ટતા અને G રંગ ધરાવતો 2 કેરેટ હીરા લગભગ $30,000 (અંદાજે 25 લાખ રૂપિયા) નો હોય શકે છે. એટલે કે 2.53 કેરેટના ઉચ્ચ ગુણવત્તાવાળા હીરાની કિંમત ખૂબ જ વધારે હોઈ શકે છે. હરાજીમાં કોણ-કોણ ભાગ લે છે એ પણ કિંમત પર ખૂબ અસર કરે છે, કારણ કે જો સ્પર્ધા સારી થઈ ગઈ તો આવો હીરો લગભગ 60 લાખ રૂપિયામાં પણ વેચાઈ શકે છે.
મજૂર મહિલાને મળ્યા આઠ હીરા
ગોલદારે ખાણ વિસ્તાર હજારા મુદ્દામાં પટ્ટો લીધો હતો અને ખોદકામ દરમિયાન તેને આ હીરા મળ્યા છે. પન્નામાં ખાણો તો ઘણા લોકોની પાસે છે પરંતુ હીરા દરેકના હાથે નથી લાગતા. કેટલાક લોકો વર્ષો સુધી ખાણ પટ્ટો લઈને શોધ્યા કરે છે છતાં તેમને હજી સુધી હીરા નથી મળ્યા.
ખાણનું ભાડું ફક્ત રૂપિયા 200
પન્નામાં 8 મીટર લંબાઈ અને પહોળાઈની હીરાની ખાણ માટે ફક્ત 200 રૂપિયા પ્રતિ વર્ષના દરે ફી ચૂકવીને પટ્ટો લેવાય છે. આ પટ્ટો 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી માન્ય રહે છે. અહીં દરેક ત્રણ મહિનામાં હીરાની હરાજી યોજાય છે, જેમાં દેશભરના હીરા વેપારીઓ ભાગ લે છે. હીરાની કિંમત તેનું વજન, કટ, રંગ અને પારદર્શિતા પરથી નક્કી થાય છે. સરકારે હરાજીથી મળેલી અંતિમ કિંમતમાંથી 12 ટકા કાપે છે, જેમાંથી 11 ટકા રોયલ્ટી અને 1 ટકા TDS હોય છે. બાકી રકમ હીરા શોધનારા વ્યક્તિને આપવામાં આવે છે.