મહારાષ્ટ્રના નાગપુરમાં મોટો અકસ્માત થયો હતો. ખાપરખેડાના કોરાડી મંદિર માર્ગ પરનો એક મોટો ગેટ બાંધકામ દરમિયાન એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં અનેક શ્રમિકોના ફસાયાની આશંકા છે. એનડીઆરએફ ટીમ અને પોલીસ દ્વારા હાલ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.


કોરાડી મંદિર માર્ગ પર ગેટ ધરાશાયી

મળતી માહિતી મુજબ શનિવારે સાંજે કોરાડી મંદિર માર્ગ પર બાંધકામ દરમિયાન એક ગેટ તૂટી પડતા 15 જેટલા મજૂરો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.એએનઆઇ સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે, નાગપુર ડીએમ વિપિવ ઇટનકરે સમગ્ર ઘટના વિશે જણાવ્યુ કે, જ્યારે સ્લેબ માટે આરસીસી નાખવામાં આવી રહ્યો હતો ત્યારે તે પડી ગયો. કામ કરી રહેલાં 15 થી 16 મજૂરોનો સામાન્ય ઇજા પહોંચી છે. મજૂરોને નંદિની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અફવા ન ફેલાવો

નાગપુરના ડીએમએ કહ્યુ કે પ્રોટોકોલ અનુસાર એનડીઆરએફ, પોલીસ વિભાગ અને રાજસ્વ વિભાગ અહિંયા હાજર છે. મશીનોની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. મારી એક વિનંતી છે, એવી અફવાઓ ના ફેલાવો કે ૫૦ લોકો ત્યાં ફસાયેલા છે.આપને જણાવી દઇએ કે શનિવારે રાત્રિના 8 વાગ્યાની આસપાસ ઘટના પર કેટલાક મજૂરો ફસાયા હતા, જેમને નિકાળીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સવાર થતાની સાથે જ હાલ તે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


  • Follow us on: