ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 ઓગસ્ટ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Patan News: નગરપાલિકાએ ખાનગી માલિકીની જમીન પર 20 લાખના ખર્ચે રોડ બનાવી દીધો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 ઓગસ્ટ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Aug 10, 2025 11:49 pm
હમાસને સંપૂર્ણપણે ખતમ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી
ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમને હમાસથી ખતરો છે. જ્યાં સુધી હમાસ અસ્તિત્વમાં છે ત્યાં સુધી તેઓ પોતાને સુરક્ષિત માની શકતા નથી. એટલા માટે તેમની પાસે હમાસને સંપૂર્ણપણે ખતમ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. સેના હમાસને ખતમ કરવા માટે હુમલાઓ કરી રહી છે. તેમણે કહ્યું કે ગાઝા પર કબજો કરવો તેમનો ઉદ્દેશ્ય નથી. તેમણે ક્યારેય ગાઝા પર કબજો કરવાની વાત કરી નથી અને ન તો તેઓ તેના પર કબજો કરવા માગે છે. આ અફવા ફેલાવવામાં આવી છે. અમે ફક્ત હમાસનો નાશ કરવા માગીએ છીએ. અમારું વાસ્તવિક લક્ષ્ય હમાસને સંપૂર્ણપણે ખતમ કરવાનું છે.
Aug 10, 2025 11:36 pm
Israel Gaza War : 'ગાઝા પર નહીં કરીએ કબજો, હમાસને પુરી રીતે ખત્મ કરીશું' : વડાપ્રધાન નેતન્યાહુ
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા અંગે મોટું નિવેદન આપ્યું છે. નેતન્યાહૂએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બાદ ગાઝા અંગે આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈઝરાયલ ગાઝા પર કબજો કરવા માગતું નથી. તેઓ ગાઝાને હમાસથી મુક્ત કરાવવા માગે છે. તેમને ગાઝા પર કબજો કરવાની જરૂર નથી. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય હમાસને ખતમ કરવાનો છે. કારણ કે ઈઝરાયલને હમાસથી ખતરો છે અને તેઓ ગાઝામાં રહીને તેમના પર હુમલો કરે છે.
Aug 10, 2025 11:21 pm
કચ્છના રાપરમાં બોરવેલમાં પડ્યો બાળક
Aug 10, 2025 11:08 pm
ગૃહ મંત્રી અમિત શાહ પ્રદિપસિંહના ઘરે પહોંચ્યા
Aug 10, 2025 10:53 pm
સુરતના લિંબાયતમાં યુવકની હત્યા
Aug 10, 2025 10:43 pm
ક્વાંટમાં સગીરા પર દુષ્કર્મ કરનાર શિક્ષક ઝડપાયો
Aug 10, 2025 10:28 pm
હવે આગળનો રસ્તો વધુ સારો હશે
આ દુર્ઘટના પછી ધારાલીના તમામ રસ્તો ધ્વસ્ત થઈ ગયા હતા. આ દુર્ઘટના સમયે લિમચ્યાગઢ ગામમાં આવેલો પુલ ધોવાઈ ગયો હતો. આ પુલને સરહદી તકનૌર વિસ્તારની જીવનરેખા કહેવામાં આવતો હતો. તેના ધોવાણને કારણે ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. આ દુર્ઘટના દરમિયાન પાણી અને પથ્થરોના ભારે પ્રવાહને કારણે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો રસ્તો ઘણી જગ્યાએ તૂટી ગયો હતો. ગંગણીથી આગળ લિમચ્યાગઢ ગામમાં 30 મીટરનો પુલ ધોવાઈ ગયો હતો. તેના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા. BROએ દિવસ-રાત કામ કરીને માત્ર 3 દિવસમાં વેલી બ્રિજ બનાવ્યો. આ પુલના નિર્માણ સાથે આગળના ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરવાનો માર્ગ મોકળો થયો છે.
Aug 10, 2025 10:15 pm
Dharali Cloudburst : BROએ 3 દિવસમાં બનાવ્યો વેલી બ્રિજ, સોનગઢ સુધીનો રસ્તો ખુલ્યો
ધારાલી દુર્ઘટના બાદ એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)એ PWD સાથે મળીને રવિવાર સાંજ સુધીમાં ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લિમચ્યાગઢ ગામમાં એક વેલી બ્રિજ તૈયાર કરી દીધો છે. આ કારણે સોનગઢ સુધીનો માર્ગ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સેના હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી હતી, જે હવામાનને કારણે મોટી અડચણ સાબિત થઈ રહી હતી.
Aug 10, 2025 10:01 pm
છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં 5 જણ તણાયા
Aug 10, 2025 09:51 pm
Bihar માં રાજકીય ઘમાસાણ, નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હા પર તેજસ્વી યાદવના ગંભીર આરોપ, ચૂંટણી પંચે નોટિસ ફટકારી
બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હા મુશ્કેલીમાં મુકાયા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે તેમના પર બે અલગ-અલગ વોટર આઈડી કાર્ડ રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ આરોપો બાદ ચૂંટણી પંચે વિજય સિન્હાને નોટિસ પાઠવી છે. બાંકીપુરના નિર્વાચન અધિકારીએ તેમને આ મામલે જવાબ રજૂ કરવા માટે 14 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. આ મામલો બિહારના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Aug 10, 2025 09:34 pm
આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો
Aug 10, 2025 09:16 pm
સાબરડેરીમાં આવતીકાલે યોજાશે સામાન્ય સભા
Aug 10, 2025 08:52 pm
અમદાવાદમાં ભાજપના MLA, કોર્પોરેટરોનો વિરોધ
Aug 10, 2025 08:40 pm
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના આરોપ
Aug 10, 2025 08:07 pm
સુરેન્દ્રનગરમાં પોલીસની સરપંચો સાથે બેઠક
સુરેન્દ્રનગર પોલીસ દ્રારા સરપંચ તરીકે ચૂંટાયેલા નેતાઓ સામાજીક આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. ગામડા પ્રમાણે અને અલગ અલગ ગૃપો બનાવ્યા હતાં. શહેરમા અને ગામડાઓમા વધુ સીસીટીવી લગાવવા આહવાન કરાયુ છે. ગમે એ બનાવ બને ગૃપમા તુરંત જાણ કરો જેથી પોલીસને ગમે તેવા ગુનાને ઉકેલવામા સરળતા વધશે. 200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા વિવિધ પ્રશ્ન બાબતે રજુઆત કરાઇ હતી. પોલીસેતુરંત લાગતા વળગતા અધિકારીને સુચના આપી
Aug 10, 2025 07:43 pm
રાજકોટમાં ઉંદર મારવાની દવા પીતા યુવકનું મોત
રાજકોટમાં ઉંદર મારવાની દવા પીતા યુવકનું મોત નિપજ્યું છે. ધોરાજીના મોટી મારડ ગામે યુવકનું મોત નિપજ્યું છે. યુવકે ભૂલથી ઉંદર મારવાની દવા પી લીધી હતી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. 35 વર્ષીય યુવક પ્રકાશ સોલંકીનું મોત નિપજ્યુ છે.
Aug 10, 2025 07:21 pm
વલસાડના એસ.ટી ડેપોમાં અકસ્માતની ઘટના
ગુજરાતમાં બાળકોના ભરોસો ગાડી મુકીને જતા લોકો માટે ચોંકવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડના બસ ડેપોમાં પાર્ક કરેલા ટેમ્પોમાં એક બાળકે હેન્ડ બ્રેક ખેંચી લેતા ટેમ્પો ચાલવા માંડ્યો હતો અને સીધો જ મુસાફરોને જઈને અથડાયો હતો. ટેમ્પો ચાલક બાળકના ભરોસે ટેમ્પો છોડીને ચા પીવા ગયો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણેક મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાં એક મુસાફરને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
Aug 10, 2025 06:41 pm
અરવલ્લીના બાયડમાં પશુપાલક પર હુમલો
અરવલ્લીના બાયડમાં ગાયોના વેપારીએ પશુપાલક પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પશુપાલકે વેપારી પાસેથી ગાય ખરીદી હતી. જે ગાય શરત પ્રમાણે નહીં નીકળતા પરત કરવા ગયા હતાં. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પશુપાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ધારાસભ્ય ધવલસિંહે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
Aug 10, 2025 06:34 pm
ભાભરમાં પોલીસ કોન્સ્ટેબલને માર મારીને કપડા ફાડી નાંખ્યા
ગુજરાતમાં લોકોની સલામતી માટે પોલીસ ખડે પગે રહે છે. ત્યારે પોલીસ પર પણ હુમલાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. બનાસકાંઠાના ભાભરમાં પોલીસ પણ સલામત નહીં હોવાની ઘટના સામે આવી છે. કેટલાક શખ્સોએ પેટ્રોલિંગ કરતા કોન્સ્ટેબલને માર મારીને મોબાઈલ લૂંટી લીધો હોવાનો બનાવ સામે આવતાં પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.
Aug 10, 2025 06:17 pm
અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યાં છે
અમદાવાદના જર્જરિત શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. શહેરના પોલીસ કમિશ્નર દ્વારા સાત મહિના માટે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, રોજિંદા ધોરણે આ બ્રિજ પર બેરોકટોક વાહનો પસાર થઇ રહ્યા છે. આ પરિસ્થિતિ શહેરના નાગરિકો માટે મોટું કોખમ ઊભું કરી રહી છે.
Aug 10, 2025 06:09 pm
ગાંધીનગરમાં ધાડ-ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો
ગાંધીનગરમાં ઘાડ અને ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો છએ. એલસીબીએ ચીલોડા પાસેથી આરોપીની ધરપકડ કરી છે. આરોપી ચડ્ડી બનિયાનધારી મોહનીયા ગેંગનો સાગરિત છે. આરોપી સામે અગાઉ 10 જેટલા ગુના નોંધાયા હતાં. તેણે ગાંધીનગર અને કલોલમાં ચોરીના ગુનાની કબૂલાત કરી છે. તેણે ગેંગના અન્ય સાત સભ્યોના નામ પણ પોલીસને જણાવ્યા છે.
Aug 10, 2025 06:04 pm
સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
નર્મદામાં વેપારી પર હુમલાના કેસમાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. મુખ્યમંત્રીને લખાયેલા પત્ર બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વેપારી પર પ્રકાશ દેસાઈના ડ્રાઇવરે હુમલો કર્યો હતો. ભાજપના MLA રિતેશ વસાવા પર કેસને દબાવવાનો આરોપ લગાવ્યો હતો.રિતેશ વસાવા અને પ્રકાશ દેસાઈ BTPમાંથી આવ્યા છે.બન્ને BTPની વિચારધારાથી ચાલે છે.ભાજપની વિચારધારા અપનાવી લે તો સારું.
Aug 10, 2025 06:00 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
1. RBI એ જાહેર કર્યો કડક નિયમ, બેન્કોએ હવે મૃત ગ્રાહકોના દાવાનો 15 દિવસમાં નિકાલ કરવો પડશે
2. Ahmedabad News : વટવામાં ખંડણીના ગુનાનો બદલો લેવા ફાયરિંગ, આરોપી ફરાર
3. Valsad News: કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરે છે: સાંસદ ધવલ પટેલ
4. Pm Modi આવતીકાલે સાંસદો માટે બનેલા નવા ફ્લેટ્સનું ઉદ્ઘાટન કરશે
5. Kachchh News: અબડાસાના દરિયા કિનારે ત્રણ કન્ટેનર તણાઈને આવ્યા, ગેસ કે કેમિકલ હોવાનું અનુમાન
6. World Cup 2025 આ ટીમે લીધો મોટો નિર્ણય, પહેલીવાર વિદેશમાં કર્યું આ કામ
8. Education : ધોરણ 9 માટે ઓપન બુક એસેસમેન્ટને CBSEએ આપી મંજૂરી, આગામી સત્રથી થશે લાગુ
9. Gujarat News: અચાનક ભાવ ગગડી જતાં કારેલાનું વાવેતર કરનારા ખેડૂતોને રોવાનો વારો આવ્યો
10. Rajkotમાં સિગારેટ પીવાની ના પાડવા જેવી બાબતે પેટ્રોલ પંપના સ્ટાફ પર છરી વડે જીવલેણ હુમલો
Aug 10, 2025 05:07 pm
જૂનાગઢના ડુંગરપુર વિસ્તારમાં દેખાયો સિંહ
જૂનાગઢના ડુંગરપુર વિસ્તારમાં સિંહ દેખાયો છે. સિમેન્ટ ફેક્ટરી પાસેથી પસાર થતો સિંહ દેખાતા એક કર્મચારી ભાગ્યો હતો. માણસને જોઇ સિંહ પણ વિરુદ્ધ દિશામાં ભાગ્યો હતો. 4 દિવસ પહેલાની ઘટનાના CCTV સામે આવ્યાં છે.
Aug 10, 2025 04:49 pm
કચ્છમાં દરિયાકિનારે કન્ટેનર તણાઈને આવ્યા
ગુજરાતના દરિયા કિનારે થોડા સમયથી કન્ટેનર તણાઈને આવ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં ભરૂચ જિલ્લાના કતપોર ગામના દરિયા કિનારે એક મોટું કન્ટેનર તણાઈને આવ્યું હતું. કિનારે કન્ટેનર દેખાતા લોકોએ પોલીસને જાણ કરી હતી. હવે કચ્છના દરિયા કિનારે 3 કન્ટેનર તણાઇને આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. કોસ્ટગાર્ડ અને પોલીસે કન્ટેનર બાબતે તપાસ શરૂ કરી છે.
Aug 10, 2025 04:35 pm
ધાંગધ્રા દરવાજા નજીક ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાનો બનાવ
હળવદના ધાંગધ્રા દરવાજા નજીક ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગવાથી ભડાકા થયા હતાં. ભીડભાડવાળા વિસ્તારમાં આગને કારણે ભાગદોડ મચી જવા પામી હતી. આગના બનાવમાં કોઇની જાનહાનિ નહીં
Aug 10, 2025 04:14 pm
રાજકોટમાં લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ
રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાશે લોકમેળો, જન્માષ્ટમી દરમિયાન પાંચ દિવસ લોકમેળો, લાખોની જનમેદની લોકમેળામાં ઉમટી પડશે, આ વખતે લોકમેળાનું નામ "શૌર્યનું સિંદૂર" અપાયું, 14 થી 18 ઓગસ્ટ સુધી યોજાશે લોકમેળો, મેળામાં 15 લાખથી વધુ લોકો આવવાની સંભાવના.
Aug 10, 2025 04:07 pm
અમરેલીના નીલકંઠ સરોવરનું પાણી અચાનક લીલું થયું
લીલિયામાં નીલકંઠ સરોવરમાં કેમિકલ ઠાલવ્યાની શંકા, કોઈ અજાણ્યા ઇસમ દ્વારા કેમિકલ ઠલવાયાની આશંકા, વન્ય પ્રાણીઓ અને પશુ પક્ષીઓને નુકસાન થવાની ચિંતા, લીલીયા મામલતદારે તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી, પાણીના સેમ્પલ લઈ ભાવનગર લેબમાં મોકલાયા, કૃત્ય કરનારને શોધી કડક સજા થાય તેવી લોક માગ.
Aug 10, 2025 03:57 pm
તિરંગા યાત્રા રેલીનું આયોજન કરાશે
બનાસકાંઠા જિલ્લામાં ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સાંજે ૪ કલાકે પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા રેલીનું આયોજન કરાશે. આ તિરંગા યાત્રા રેલી પોલીસ હેડ કવાર્ટર, પાલનપુર થી લઈને કલેકટર કચેરી, પાલનપુર સુધી યોજાશે. આ તિરંગા યાત્રામાં જિલ્લાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પદાધિકારીઓ જોડાશે. રાષ્ટ્રઘ્વજ પ્રત્યે આપણી ભાવના દર્શાવવા તમામ નાગરિકોએ આ તિરંગા યાત્રામાં સ્વયંભુ ઉપસ્થિત રહેવા વહિવટી તંત્ર દ્વારા આહવાન કરાયું છે.
Aug 10, 2025 03:56 pm
પાલનપુરમાં 12 ઓગસ્ટે પોલીસ હેડ કવાર્ટરથી કલેકટર કચેરી સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ" ની થીમ આધારે વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
Aug 10, 2025 03:55 pm
બનાસકાંઠા ભુસ્તર વિભાગનો સપાટો
એક માસમાં 145 ખનીજ ચોરીના કેસ ઝડપી પાડ્યા, એક માસમાં રૂ. 233.37 લાખની આવક, ખનીજ ચોરી કરી દાદાગીરી કરનાર સામે બે પોલીસ ફરિયાદ નોંધાવી, છેલ્લા ચાર માસમા 52.75.કરોડ ની વિક્રમજનક આવક મેળવી. ચાર માસમાં 469 ખનીજ ચોરીના કેસ ઝડપી પાડ્યા, સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ખનીજ ચોરીના કેસ સાથે દંડની વસુલાત કરી, ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંહ સારસ્વાની સફળ કામગીરી.
Aug 10, 2025 03:18 pm
પેટ્રોલ પમ્પમાં સિગારેટ પીવાની ના પાડતા હુમલો
રાજકોટના કોઠારીયાના ધનલક્ષ્મી પેટ્રોલ પમ્પની ઘટના, પેટ્રોલ પમ્પના સ્ટાફ ઉપર છરી વડે હુમલો, બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ, અસામાજીક તત્વોના હુમલાના CCTV આવ્યા સામે.
Aug 10, 2025 03:11 pm
વેરાવળમાં ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિત્તે મહારેલીનું કરાયું આયોજન
વેરાવળમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને વનવિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ, આ રેલીમાં શહેરની શાળાના 800થી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભાગ લીધો, રેલીમાં જોડાયેલા લોકોએ સિંહોના સંરક્ષણ માટે શપથ લીધા, રેલી સરકારી બોય હાઈસ્કૂલથી શરૂ થઈ અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, આ અવસરે શિક્ષણ વિભાગ, વન વિભાગના અધિકારીઓ, શિક્ષકો, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.
Aug 10, 2025 03:00 pm
વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Valsad માં જળબંબાકાર, કમરસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર
02 - Rajnathsinh : સબ કે બોસ હે હમ..કેટલાક લોકોને ભારતનો વિકાસ જ ગમતો નથી
04 - Gujarat Weather News: આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનું એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
05 - World News: નેતન્યાહૂના નિર્ણયનો વિરોધ કરવા માટે 10 હજાર લોકો ઇઝરાયલના રસ્તાઓ પર ઉતર્યા
06 - Ahmedabad Police News : અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સરપંચ અને પોલીસનો સંવાદ કાર્યક્રમ યોજાયો
07 - Bollywood: 'લગ્ન કરવા ખૂબ જ મુશ્કેલ...', હિના ખાન ધ્રુસકે-ધ્રુસકે રડી પડી? જાણો કારણ
09 - Ahmedabad News : અમદાવાદના નવા વાડજમાં બેફામ કાર ચાલકે રીક્ષાને ટક્કર મારી 50 ફૂટ ઢસડી
10 - FASTag વાર્ષિક પાસ કઢાવાની મુદત 15 ઓગષ્ટ સુધી જ છે ત્યારે તેના ફાયદા અને ગેર ફાયદા વાંચી લો
Aug 10, 2025 02:45 pm
અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ વસ્તીગણત્રીમાં નોંધાયા હતા
આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી કેમ કે અહીં મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ છે, અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ વસ્તીગણત્રીમાં નોંધાયા હતા જેમાં આજે ભેરાઈ ગામ નજીક આવેલ સિંહ સ્મારક મંદિરમાં સિંહપ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતક સિંહોની પ્રતિમા આગળ પૂજા અર્ચના કરવામા આવી હતી ઉપરાંત અહીંના માનવ વસાહત વચ્ચે સિંહો વસવાટ કરી રહ્યા છે સિંહો સાથે લોકો આત્મયતાથી જોડાયેલ છે સિંહોના સંવર્ધન માટે સ્થાનિક લોકો વનવિભાગ સાથે જોડાયેલા છે જેથી વિશ્વભરમાં માત્ર સિંહનું મંદિર અહીં આવેલ છે.
Aug 10, 2025 02:44 pm
વર્ષ 2014માં ટ્રેનની અડફેટે 2 સિંહણના કમકમાટી ભર્યા મોત થયા હતા
આ મોત બાદ ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા અને સ્થાનિક ખેડૂત લોકો આગળ આવ્યા અને ખેડૂત ભેરાઈ ગામના હરસુરભાઈએ કિંમતી જમીન મંદિર માટે દાનમા આપવામાં આવી જેમાં સિંહપ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ સ્થાનિક લોકોના પ્રયાસથી અહીં સિંહ સ્મારક મંદિર ઉભું કરવામાં આવ્યું હતું સિંહ ચાલીસા આરતી પૂજા અર્ચના કરવામા આવી હતી.
Aug 10, 2025 02:44 pm
અમરેલી જિલ્લામાં રાજુલા રેન્જમાં આવેલ ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેક પાસે આવેલ સિંહ સ્મારક મંદિર આવેલ છે
વિશ્વ સિંહ દિવસ નિમીતે ગુજરાત સૌરાષ્ટ્ર ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ અમરેલી જિલ્લામાં રાજુલા રેન્જમાં આવેલ ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેક પાસે આવેલ સિંહ સ્મારક મંદિર આવેલ છે અહીં સિંહપ્રેમીઓ ગ્રામજનોના સહયારા પ્રયાસથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી અહીં સિંહના મંદિરમાં પૂજા અર્ચના સિંહ ચાલીસા મહા આરતી ધાર્મિક શાસ્ત્ર પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું અહીં રાજુલા અને જાફરાબાદ બંને રેન્જ વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અહીં સ્થાનિક લોકો માનતા પણ રાખી શ્રદ્ધા સાથે અહીં મંદિર આવતા હોય છે ત્યારે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Aug 10, 2025 02:09 pm
લોકો સોસાયટીની બહાર નથી નીકળી શકતા
ધોધમાર વરસાદથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે વલસાડ શહેરના અડીને આવેલો ભાગ ગામની ગ્રીનપાર્ક અને સદન નગર સોસાયટીમાં પાણી ભરાઈ જતા લોકો વહેલી સવારથી પોતાના ઘરોમાં રહેવા મજબૂર બન્યા હતા. કમર સમા પાણીમાંથી લોકો બહાર નીકળવા માટે પણ મજબૂર બન્યા હતા ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદમાં ગ્રીનપાર્ક અને સદર નગર વિસ્તારમાં પાણી ભરાવાને લઈને લોકોને હાલા કે વેઠવાનો વાર આવ્યો હતો.
Aug 10, 2025 02:09 pm
પાણી ભરાવાની સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની માગ
નાનકડા ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યા દૂર થઈ જાય, સ્થાનિકોનું કહેવું છે કે, વર્ષોથી આ સમસ્યાથી અહીંના સ્થાનિકો પીડાઈ રહ્યા છે છેલ્લા પાંચથી છ કલાક સુધી અહીંના સ્થાનિક લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ન શક્યા સ્થાનિકોની એક જ માગ છે કે ગ્રામ પંચાયત ગટર લાઈન અને સરખા રોડનું કામ કરે તો પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે.
Aug 10, 2025 02:09 pm
વલસાડના મોગરાવાડી વિસ્તારમાં પાણી ભરાયા
વહેલી સવારથી વલસાડ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે સાડા છ થી સાત ઇંચ જેટલા વરસાદમાં વલસાડ શહેરની અનેક સોસાયટીઓમાં કમર સમા પાણી વલસાડ શહેરના નનકવાડા ગામની સોસાયટીઓમાં એક માણસ સુધી પાણી ભરાતા સોસાયટીના લોકો કમર સમા પાણીમાંથી બહાર જવા મજબૂર બન્યા હતા.
Aug 10, 2025 01:59 pm
ગ્રામ્યમાં પણ ગુનેગારી અટકાવવામાં પોલીસને મળશે મદદ
સરપંચ સંવાદની સાથે પોલીસે ગામડામાં રહેતા લોકોને સાયબર ક્રાઈમ અને ડ્રગ્સના દૂષણ અટકાવવા માટે પણ ગામે ગામ જાગૃતિ ફેલાવવા અંગે પણ પ્રયાસો કરવા રજૂઆત કરી હતી સાથે જ પોલીસ વડાએ સુચન કર્યુ કે, જો ગામના લોકો સતર્ક રહેશે તો, નશો અને સાયબર ક્રાઈમ બન્નેને અટકાવવામાં મદદ મળી રહેશે.
Aug 10, 2025 01:58 pm
અમદાવાદ ગ્રામ્યમાં 1500 ઉપરના પોલીસ કર્મચારી
સરંપચ પરિસંવાદ કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે 25 વર્ષ પહેલાની પોતાની વાત યાદ કરી, જ્યારે તેઓ અમદાવાદ ગ્રામ્ય એસપી હતા ઉપરાંત હાલના સમયે પણ ગ્રામ્ય પોલીસ વિભાગમાં 1500 પોલીસ કર્મચારી - અધિકારી છે. જેથી રાજ્યના બીજા નંબરના સૌથી મોટા જિલ્લામાં તમામ જગ્યાએ પોલીસની હાજરી રહે તે શક્ય નથી, માટે ગામ આગેવાનો સાથેના સંબંધો અને ગ્રુપમાં ઝડપથી માહિતી મળી શકે છે અને બોર્ડર જિલ્લામાં ઓપરેશન સિંદૂર વખતે ગ્રામજનો માટે પણ આવા ગ્રુપ ઉપયોગી સાબિત થયા હોવાનુ ડીજીપીએ જણાવ્યું હતુ.
Aug 10, 2025 01:56 pm
ગુનેગારી ડામવા માટે લેવાઈ સરપંચની મદદ
મોટા શહેરોને બાદ કરી જીલ્લા સ્તરે છેવાડાના વિસ્તારોમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસ હવે ગામના આગેવાનો અને સરપંચની મદદ લઈ રહી છે, જેમાં દરેક પોલીસ મથકે આગેવાનો સાથે સંવાદ યોજવામાં આવશે, જેથી પોલીસ અને ગામના લોકો વચ્ચે સંકલન વધે, જેનો ઉપયોગ બનતા ગુનાને રોકવા અને માથા ઉચકતા અસામાજિક તત્વોને ડામવામાં મદદ મળશે, મહત્વનું છે કે ગ્રામ્ય વિસ્તારમાં બનતા બનાવોની જાણ પોલીસને લાંબો સમય વિત્યા બાદ મળતી હોય છે. જેથી આરોપી વિસ્તાર છોડી નાસી છુટ્યા હોય છે. જે માટે પોલીસ હવે સ્થાનિક લોકોની મદદથી માહિતી મેળવી ગુના અટકાવશે.
Aug 10, 2025 01:56 pm
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સરપંચ અને પોલીસનો સંવાદ કાર્યક્રમ યોજાયો
ગુજરાત પોલીસ અને ગ્રામજનો તથા ગામના આગેવાનો વચ્ચે સંકલન વધારવા માટેના પ્રયાશો શરુ કરવામાં આવ્યા છે, 650થી વધુ પોલીસ મથકોમાં ગામના આગેવાનો અને સરપંચો સાથે પોલીસે સંવાદનો કાર્યક્રમ યોજાશે જેની શરુઆત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેમાં આજે સાણંદના 150થી વધુ ગામ પંચાયતના સભ્યો અને આગેવાનો સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો, આ સંવાદનો મુખ્ય હેતુ ગુનાખોરીને ડામવા અને ગુનેગારોને કંટ્રોલમાં લેવા માટેનો હતો.
Aug 10, 2025 01:35 pm
સિંહ અમરેલી જિલ્લાનું ઘરેણું છે
સિંહ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોને સિંહ પ્રત્યે જાગૃતતા આવે. સિંહ અમરેલી જિલ્લાનું ઘરેણું છે. હાલ જિલ્લામાં સિંહોની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે. જિલ્લામાં વન વિભાગ દ્રારા પણ સિંહ વિશેની જાણકારી આજના દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓને આપી હતી. બાળકો સિંહના મહોરા પહેરીને રેલીમાં આવ્યા હતા. આજે વિશ્વ સિંહ દિવસે સાવરકુંડલા ખાતે વિશાળ રેલી નિકળી હતી જેમાં સાવરકુંડલાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલીને લઈને બાળકોમાં અને સિંહ પ્રેમીઓ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
Aug 10, 2025 01:35 pm
રેલી સ્વરૂપે શહેરીજનોને સિંહને લઈ જાગૃત કરવામાં આવ્યા
જેના ભાગ રૂપે આજ રોજ સાવરકુંડલા શહેરમાં બાળકોની રેલી વન વિભાગના સહયોગથી નીકળી હતી અને રાજ માર્ગો પર ફરી લોકોને સિંહ અંગે જાગૃત કર્યા હતા.રાજ્ય સરકારનું વન વિભાગ જયારે સિંહ સંવર્ધનમાં પ્રથમ હોય અને ઉત્તરોતર સિંહોની સંખ્યા વધી રહી હોય જેથી વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા દસમી ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ ઉજવણીના ભાગ રૂપે આજ રોજ સાવરકુંડલામાં મોટી સંખ્યામાં બાળકો એકઠા થયા હતા અને સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર ફરી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બેનરો લઇ લોકોને સિંહ બચાવો અંગે વાકેફ કાર્ય હતા જેમાં રાજ્ય સરકારના વન વિભાગના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ તેમજ સાવરકુંડલા શહેરની સ્કૂલના બાળકો જોડાયા હતા અને રેલી સ્વરૂપે લોકો ને સિંહ બચાવો અંગે માર્ગદર્શિત કર્યા હતા.
Aug 10, 2025 01:35 pm
World Lion Day 2025 : વિશ્વ સિંહ દિવસને લઈ સાવરકુંડલામાં નીકળી રેલી, સિંહ જાગૃતિને લઈ વિશેષ અભિયાન
10મી ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ, સિંહ બચાવો અભિયાન અંતર્ગત સરકાર દ્વારા દર વર્ષે દસ ઓગષ્ટના દિવસ વિશ્વ સિંહ દિન તરીકે ઉજવવામાં આવે છે જેમાં ખાસ કરી સિંહ સંવર્ધનની કામગીરીમાં વન તંત્ર અવ્વલ રહ્યું છે, જેથી સિંહ અંગે જાગૃતિ લાવવા ખાસ કરી આ વિશ્વ સિંહ દિવસને ઉજવવમાં આવે છે, જેમાં સ્કુલ કોલેજોના બાળકો રેલી સ્વરૂપે ગામમાં ફરી સિંહ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાય છે.
Aug 10, 2025 01:21 pm
પોલીસે સીસીટીવી લીધા તપાસ માટે
અકસ્માત થતાની સાથે લોકોના ટોળા ઉમટી પડયા હતા અને રીક્ષાચાલકને સારવાર માટે ખસેડાયો હતો, અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને પોલીસ સ્ટેશન હાજર થયો હતો, આ ઘટનામાં હજી પોલીસે ગુનો નોંધ્યો છે કે નહી તેની માહિતી સામે આવી નથી, ત્યારે પોલીસ આવા કારચાલકને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે, કારની ટક્કર બાદ રીક્ષાચાલક ઉછળીને રીક્ષાની બહાર પડયો હતો અને રીક્ષા પલટી મારી ગઈ છે, કાર ફુલ સ્પીડમાં હતી અને આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે.
Aug 10, 2025 01:11 pm
અમદાવાદના નવા વાડજમાં અકસ્માત
અમદાવાદના નવા વાડજમાં અકસ્માતની ઘટના બની છે, બેફામ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડયું છે, વ્યાસવાડી ચાર રસ્તા પાસે આ અકસ્માત થયો છે, કારચાલકે પાર્ક કરેલ વાહનોને પણ નુકસાન થયું છે, કારચાલક અકસ્માત કરીને ટ્રાફિક પોલીસ પાસે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનામાં પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદ ટ્રાફિક બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે, કારચાલકે નશો કરીને કારનો અકસ્માત કર્યો છે કે શું તે દિશામાં તપાસ કરાઈ રહી છે.
Aug 10, 2025 01:10 pm
અમદાવાદના નવા વાડજમાં બેફામ કાર ચાલકે રીક્ષાને ટક્કર મારી 50 ફૂટ ઢસડી
અમદાવાદમાં ફરી અકસ્માતની ઘટના બની છે જેમાં બેફામ કાર ચલાવીને કારચાલકે અન્ય વાહનો અને રીક્ષાને નુકસાન પહોંચાડયું છે, પહેલા બેફામ કારચાલકે રીક્ષાને ટક્કર મારી અને ત્યારબાદ અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડયું હતુ, રીક્ષાચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Aug 10, 2025 12:50 pm
દ્વારકામાં કાર રેસ્ટોરન્ટમાં ઘુસી ગઈ
યાત્રાધામ દ્વારકામાં રેસ્ટોરન્ટમાં કાર ઘુસી જતા રેસ્ટોરન્ટના કાચ તૂટી ગયા છે અને દરવાજાને પણ નુકસાન પહોંચ્યું છે, દ્વારકાના ભદ્રકાલી વિસ્તારમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છએ, દ્વારકાની બાસુરી ગ્રીન રેસ્ટોરન્ટમાં આ ઘટના બની હતી, તો કારચાલક પાસે લાયસન્સ છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, કારચાલક નશામાં હતો અને અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે. પોલીસે કારચાલકની અટકાયત કરી છે.
Aug 10, 2025 12:49 pm
Dwarkaના રેસ્ટોરન્ટમાં બેફામ કારચાલકે કાર ઘૂસાડી સર્જયો અકસ્માત
દ્વારકામાં રેસ્ટોરન્ટમાં કારચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવીને કાર દુકાનમાં ઘુસાડી છે, રેસ્ટોરન્ટમાં બેફામ રીતે કારચાલકે કાર ઘુસાડી હોવાની વાત સામે આવી છે, ભદ્રકાલી વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, બેફામ રીતે કાર ઘુસાડતા હોટલને નુકસાન પહોંચ્યું છે અને આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
Aug 10, 2025 12:40 pm
વર્તમાન સાધારણ સભામાં બોર્ડના 10 સભ્યો ફારેગ થયા હતા
સહકારી બેંકના નવા પેટા કાયદા મુજબ ફારેગ થયાં હતાં. 10 વર્ષ થી વધુ ડિરેકટર પેદે રહેનાર RBIના નિયમો નું પાલનકરી રાજીનામાં આપ્યાં હતાં. વાર્ષિક સભામાં સાત જેટલા એજન્ડાના કામો હાથ પર લેવામાં આવ્યાં હતાં. જેમાં પેટા કાયદામાં સુધારો કરવાનો પણ મહત્વપૂર્વ ઠરાવ હતો. એજન્ડાના સાતે સાત તમામ કામો સર્વાનુમતે મંજુર કર્યા હતાં. સાથે જ વર્ષોથી બેંકમાં સેવા આપનાર ડિરેક્ટરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સભાસદોને પ્રધાનમંત્રી સુરક્ષા કવચ વીમો વધુમાં વધુ ઉતારવા બેંક ના પ્રમુખે આહવાન કર્યું હતું. જેને પણ બહાલી આપવામાં આવી હતી.
Aug 10, 2025 12:40 pm
બારડોલી ખાતે કાર્યરત ધી નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
સહકારી ક્ષેત્રનું હબ ગણાતા બારડોલીમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેમાં આર્થિક જીવાદોરી સમાન ધી બારડોલી સહકારી બેંક ગણાય છે. ધી બારડોલી નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 હજાર થી વધુ સભાસદ ધરાવતી આ બેંક છે.
Aug 10, 2025 12:36 pm
ગીર ગઢડા શહેરમાં દેખાયું સિંહોનું ટોળુ
ગત મોડી રાત્રે એક સાથે સાત સિંહોનું ટોળું ગામની વચ્ચે લટાર મારતું દેખાયું, દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા અને એક સાથે સાત સિંહોના ટોળા દેખાતા લોકોમાં ભયનો માહોલ છે.
Aug 10, 2025 12:04 pm
સૌ સાથે મળીને એક આદર્શ ગ્રામ્ય પોલીસિંગનું નિર્માણ કરી શકે
આજે સવારે ૧૧:૩૦ કલાકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ સરપંચો અને ગ્રામજનો સાથે આ સંવાદ યોજયો હતો, આ કાર્યક્રમમાં સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કરવા, સુધારાના સૂચનો આપવા અને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સૌ સાથે મળીને એક આદર્શ ગ્રામ્ય પોલીસિંગનું નિર્માણ કરી શકે.
Aug 10, 2025 12:04 pm
પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ જરૂરી
પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા માટે આજે ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં 'પોલીસ-સરપંચ પરિસંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાનો છે. આ માટે દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ગામોના સરપંચો સાથે સીધો સંવાદ કરશે.
Aug 10, 2025 12:03 pm
ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં 'પોલીસ-સરપંચ પરિસંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આજે રાજ્યભરમાં 'પોલીસ-સરપંચ પરિસંવાદ' કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, આજે સવારે ૧૧:૩૦ કલાકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં સરપંચો અને ગ્રામજનો સાથે આ સંવાદમાં જોડાયા હતા.
Aug 10, 2025 12:00 pm
વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - કાશી વિશ્વનાથ મંદિરમાં લાગ્યા નવા નિયમો, પૂજાની થાળીમાં આ વસ્તુઓ હશે તો લાગશે દંડ
02 - Tariff: ટ્રમ્પને પડકારવાનો મંચ, પીએમ મોદી, પુતિન અને લૂલા વચ્ચે રણનીતિ ઘડાઇ
06 - જો સૂર્યા બહાર થયો તો એશિયા કપમાં કોણ કરશે કેપ્ટનશિપ ? રેસમાં આ 3 નામ મોખરે
07 - Bollywood: 'અમે એક પાર્ટીમાં ગયા ત્યાં....', ભાઈને બોયફ્રેન્ડ બનાવી લે છે આ અભિનેત્રી?
08 - પોલીસ પંચાત : શિક્ષાત્મક બદલીના નામે "K" કંપનીમાં મોટા વહિવટદારોની બદલી કેમ નથી થતી ?
Aug 10, 2025 11:36 am
વલસાડનો છીપાવાડ અંડરપાસ બંધ
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ત્યારે વલસાડ શહેરથી ચાલીસ ગામને જોડતો છીપાવાડ અંડરપ્રાસ પણ પાણીમાં ગરકાવ થયો હતો જેને લઈને વલસાડથી ખેરગામ તાલુકા સુધી આવતા 40 જેટલા ગામોમાં અવરજવર કરતા લોકોને 10 થી 12 કિલોમીટરનો ચકરાવો કરીને અવરજવર કરવાનો વારો આવ્યો છે ત્યારે લોકોએ વલસાડ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવ્યા અને વરસાદને લઈને ધંધા રોજગાર પર પણ અસર દેખાઈ છે.
Aug 10, 2025 11:36 am
સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં વલસાડમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે, વલસાડ 3.78 ઈંચ, પારડી 2.87 ઈંચ, ચિખલી 1.65 ઈંચ, ગણદેવી 0.79 ઈંચ, છોટા ઉદેપુર 0.67 ઈંચ, નડિયાદ 0.51 ઈંચ, ઉંમરગામમાં 0.63 ઈંચ, ખેરગામમાં 0.59 ઈંચ વરસાદ ખાબકયો છે.
Aug 10, 2025 11:35 am
વલસાડ શહેરમાં 6 કલાકમાં સાડા છ ઈંચ વરસાદ
વરસાદમાં દર વખતે આ જ રીતે પાણી ભરાય છે તેવી ફરિયાદ સ્થાનિકો કરી રહ્યાં છે, મહાદેવનગર વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા છે, પાણી એ હદે ભરાયા છે કે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે સાથે સાથે દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે, જેના કારણે વેપારીઓને પણ નુકસાન થયું છે, વલસાડ શહેરમાં જરાક અમથો વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે, ત્યારે નગરપાલિકાના સત્તાધીશો પણ બહાર નીકળતા નથી અને લોકોની સમસ્યા ઠેરની ઠેર રહે છે.
Aug 10, 2025 11:35 am
વલસાડમાં વરસાદે બોલાવી ધળબળાટી, 6 કલાકમાં સાડા છ ઈંચ વરસાદ ખાબકતા દુકાનોમાં ઘૂસ્યા પાણી
વલસાડ શહેરમાં છ કલાકમાં 6:30 ઇંચ વરસાદથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા ત્યારે વલસાડ શહેરની મહાદેવનગર સોસાયટીમાં કમર સમા પાણી ભરાતા એક કાર સાથે કારચાલક ફસાયો હતો, સાથે કેટલાક લોકોના વાહનો પણ બંધ પડ્યા હતા લોકો વાહનોને ધક્કો મારવા મજબૂર બન્યા હતા..
Aug 10, 2025 11:05 am
વૃક્ષો આબોહવાને સંતુલિત રાખે છે અને જીવાદારી માટે અનિવાર્ય છે
વધુમાં ટ્રસ્ટી આનંદ પારેખ કહ્યું કે, સ્મિત ફાઉન્ડેશન દ્વારા એક સુંદર પહેલ હાથ ધરવામાં આવી છે "વૃક્ષા બંધન" રક્ષા બંધનના દિવસે એક અનોખું અને અર્થપૂર્ણ કાર્ય કરીને, બાળકો એ વૃક્ષોને રક્ષાસૂત્ર બાંધે છે, અને તેઓનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રવૃત્તિનું નામ જ " વૃક્ષા બંધન" છે. અને ટ્રસ્ટી ડો. હર્ષ જોશી એ જણાવ્યું કે પ્રકૃતિ સાથે સંકળાયેલ સંબંધ એ વૃક્ષો આપણું જીવન છે. તેઓ ઓક્સિજન આપે છે, આબોહવાને સંતુલિત રાખે છે અને જીવાદારી માટે અનિવાર્ય છે.
Aug 10, 2025 11:05 am
ભાઈ પણ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે
આ તહેવાર કુટુંબ અને સંબંધોના સ્નેહને મજબૂત બનાવે છે. પરંતુ આજના સમયમાં જયારે પર્યાવરણની સમસ્યાઓ વધી રહી છે, વૃક્ષોનો વિઘટન, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને કુદરતી આપદાઓ જેવી પરિસ્થિતિ સામે, આવશ્યક છે કે આપણે સમાજને શાશ્વત વિકાસ તરફ દોરે. પરંતુ આજના સમયમાં જયારે પર્યાવરણની સમસ્યાઓ વધી રહી છે, વૃક્ષોનો વિઘટન, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને કુદરતી આપદાઓ જેવી પરિસ્થિતિ સામે, આવશ્યક છે કે આપણે સમાજને શાશ્વત વિકાસ તરફ દોરે.
Aug 10, 2025 11:04 am
રક્ષાબંધને બાળકોએ વૃક્ષને રાખડી બાંધી, પરંપરા અને પર્યાવરણનું સુદૃઢ બંધન
સ્મિત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારમાં બાળકોઍ વૃક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી. અહિયાં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લઇ વૃક્ષોને રાખડી બાંધી હતી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો સ્મિત ફોઉન્ડેશનના ફાઉન્ડર જીત પારેખ કહ્યું હતું કે, રક્ષા બંધન ભારતનું એક પાવન તહેવાર છે, જે ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાસૂત્રના બંધનનું પ્રતિક છે. બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધીને તેની લાંબી ઉમર અને સુખમય જીવનની કામના કરે છે.
Aug 10, 2025 10:20 am
રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક મારામારી
વાહન અથડાવા મામલે જાહેરમાં મારામારી, કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને મારી ટક્કર, ટુ વ્હીલર ચાલકે કાર ચાલકને માર્યો જાહેરમાં માર, સમગ્ર મારામારીની ઘટનાનો વીડિયો આવ્યો સામે.
Aug 10, 2025 10:18 am
પાટણના રાધનપુરમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી
બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે કાર્યવાહી, ગાયત્રી મંદિર વિસ્તારમાં ટ્રાફિક પોલીસેની ડ્રાઈવ, બ્લેક ફિલ્મ વાહનો ચાલકોને પોલીસે ફટકાર્યો દંડ, ચાલકોને દંડ ફટકારી વાહનોમાંથી બ્લેક ફિલ્મ કઢાઇ.
Aug 10, 2025 09:55 am
અમદાવાદના રામોલમાં જુગારનો નવો કિમીયો
પૈસાના બદલે વિઝીંટીંગ કાર્ડથી રમાતો જુગાર, રામોલના પરિશીખર એસ્ટેટમાં ચાલતો હતો જુગાર, શેડ નંબર 37માંથી 6 જુગારીઓ ઝડપી પાડ્યા, કુલ 1500 વિઝીંટીંગ કાર્ડ સાથે 6 જુગારીની ધરપકડ, 1 વિઝીંટીંગ કાર્ડની કિંમત રૂ 10 રખાઇ હતી, રામોલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.
Aug 10, 2025 09:43 am
ગ્રાહકે ફુગ વાળા થેપલાનો વીડિયો વાયરલ કર્યો હતો
શાહીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર (BAPS)દ્વારા સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટમાં તા.7 ઓગસ્ટ એટલે કે બે દિવસ પહેલાં થેપલા લેવા ગયેલા એક ગ્રાહકને ફુગવાળા અને એકસ્પાયરી ડેટના થેપલા હોવાનું જોવા મળ્યું હતું. AMC ફુડ વિભાગ દ્વારા મોલ, ગૃહ મંડળીઓમાં વેચાતી ખાઘ ચીજોના પેકિંગ સાથે ચેડાં કરાયા છે કે નહીં, મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સ્પાયરી ડેટ મૂળભૂત વિગતો છૂપાવવા સ્ટીકર લગાવાયા છે કે નહીં, તે પણ તપાસવું જોઈએ. પરંતુ AMC ફુડ વિભાગ આવી બાબતોનું ચેકિંગ જ કરતો નથી.
Aug 10, 2025 09:41 am
એક્સપાયરી ડેટ વાળા થેપલા ગ્રાહકને આપી દેવામાં આવ્યા
શાહીબાગમાં આવેલ BAPS સંચાલિત પ્રેમવતીમાં ગ્રાહકને ફુગવાળા અને એકસ્પાયરી ડેટના થેપલા પધરાવી દેવાનો વીડિયો વાયરલ થતાં ફરી વિવાદ સર્જાયો છે. ફુગવાળા અને એકસ્પાયરી ડેટના થેપલા અપાતા ગ્રાહકે ફુગવાળા થેપલા પરત આપતો વિડીયો વાયરલ કરતાં AMC હેલ્થ- ફુડ વિભાગ દ્વારા પ્રેમવતી ઉપાહાર ગૃહને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. અગાઉ, એક ગ્રાહકે પ્રેમવતી રેસ્ટોરેન્ટમાં ખાદ્ય પદાર્થમાં વંદો નીકળવાની ફરિયાદ કરતો વિડીયો વાયરલ થવાને પગલે AMC ફુડ વિભાગે પ્રેમવતી ઉપાહાર ગૃહ, રેસ્ટોરેન્ટને સીલ માયું હતું.
Aug 10, 2025 09:41 am
BAPS સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટને AMCએ ફટકાર્યો રૂ.10 હજારનો દંડ, ગ્રાહકને આપ્યા હતા વાસી થેપલા
અમદાવાદમાં પ્રેમવતી રેસ્ટોરન્ટને AMCએ દંડ ફટકાર્યો છે, ગ્રાહકને એક્સપાયરી ડેટ વાળા થેપલા પધરાવી દીધા હતા જેના કારણે દંડ ફટકાર્યો છે, બેદરકારી મામલે AMCએ પ્રેમવતીને ફટકાર્યો દંડ અને શાહીબાગના પ્રેમવતી રેસ્ટોરન્ટનો વીડિયો થયો હતો વાયરલ, વીડિયો વાયરલ થતા AMCએ કરી હતી તપાસ અને તપાસમાં બેદરકારી જોવા મળતા 10 હજારનો દંડ ફટકાર્યો છે.
Aug 10, 2025 09:18 am
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી 4 ઈંચ વરસાદ ખાબકયો
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, આઝાદ ચોક, તિથલ રોડ વિસ્તારમાં વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ભાગડાવાડા અને કોસંબા ગામમાં વરસાદ ખાબકયો છે.
Aug 10, 2025 09:14 am
સુરતમાં કારમાં દારૂનો ધંધો કરતા હતા
પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, કિન્નર અને અન્ય 3 લોકો દારૂ કારમાં ભરીને અલગ-અલગ વિસ્તારમાં જરૂરિયાત મુજબના લોકોને પિરસતા હતા અને પોલીસે કાર સાથે કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા ? કોની પાસેથી લાવ્યા ? કેટલાક સમયથી દારૂની હેરાફેરી કરે છે તે સમગ્ર મામલે સચીન પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત પોલીસ દારૂ અને ડ્રગ્સને લઈ ખાસ મુહિમ ચલાવી રહી છે અને તે મુહિમ પોલીસ માટે રંગ લાવશે તે પણ નક્કી છે.
Aug 10, 2025 09:14 am
સુરતમાં સચીન પોલીસે લાખોના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી
સુરતમાં સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 લોકો દારૂનો ધંધો કરે છે તેવી બાતમી પોલીસને મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે તપાસ કરી તો ચાર શખ્સો દારૂનો ધંધો કરતા હતા અને તેમાંથી એક તો કિન્નર છે, સમગ્ર ઘટનામાં પોલીસે દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, વિદેશી દારૂ પોલીસને કારમાંથી મળી આવ્યો છે, છેલ્લા ઘણા સમયથી કિન્નર અને તેના મિત્રો દારૂનો ધંધો કરતા હોવાની વાત સામે આવી છે.
Aug 10, 2025 09:14 am
સુરતમાં કિન્નર દારૂની હેરાફેરી કરતા ઝડપાયો, પોલીસે બાતમીના આધારે અન્ય 3ની પણ કરી ધરપકડ
સુરતમાં કિન્નર દારૂના ધંધા સાથે સંકળાયેલો હોવાની વાત સામે આવી છે, જેમાં પોલીસે એક કિન્નર સહિત અન્ય 3 લોકોની ધરપકડ કરી છે, સુરતના સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો ધંધો કરતા હોવાની વાત સામે આવી છે, પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને કયાંથી દારૂ લાવતા હતા તે દિશામાં તપાસ પણ શરૂ કરી છે.
Aug 10, 2025 08:53 am
ગુજરાતમાં સિંહના સંરક્ષણ-સંવર્ધન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં વન વિભાગે ગુજરાતમાં સિંહના સંરક્ષણ-સંવર્ધન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી વર્ષ ૨૦૧૩થી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણીને વર્ષ ૨૦૧૬માં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા, વર્ષ ૨૦૧૭માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ,વર્ષ ૨૦૧૯માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ તેમજ વર્ષ ૨૦૨૨માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
Aug 10, 2025 08:53 am
સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે ૧૧ જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે
સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ઘરેણા-ગૌરવ સમાન છે. એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે ૧૧ જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. વન વિભાગના ઉપક્રમે સૌરાષ્ટ્રના જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ,મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ ૧૧ જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે.
Aug 10, 2025 08:53 am
ગુજરાતમાં સિંહોની વસ્તી 32%થી વધીને 891 થઈ, સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 'વિશ્વ સિંહ દિવસ'ની ભવ્ય ઉજવણી થશે
વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, આજે બરડામાં આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે તેમ, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જણાવાયું છે. વન વિભાગ દ્વારા વધુ વિગતો આપતાં કહ્યું છે કે, ‘જંગલના રાજા સિંહ’ પ્રત્યે નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન-સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
Aug 10, 2025 08:28 am
આજે PM મોદી બેંગલુરુની મુલાકાતે
ઇલેક્ટ્રોનિક સિટી સ્ટેશન સુધી મેટ્રો મુસાફરી કરશે, PM મોદી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપશે, 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આપશે લીલીઝંડી, બેંગલુરુ-બેલાગવી વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર- કટરા વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, નાગપુર-પુણેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ દોડશે, બેંગલુરુ મેટ્રોની યલો લાઇનને પણ લીલીઝંડી આપશે.
Aug 10, 2025 08:26 am
વેરાવળ કોર્ટમાં આપઘાતનો પ્રયાસ કરનારનું મોત
રાજકોટમાં સારવાર દરમિયાન આરોપીનું મોત, આરોપીએ પેટ્રોલ છાંટી કર્યો હતો આપઘાતનો પ્રયાસ, NDPS કેસના આરોપી અસફાફ પંજાનું થયું મોત. 20માં દિવસે સારવાર દરમિયાન આરોપીનું મોત થયું, સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, આત્મવિલોપન કરવા મજબૂર કર્યાનો વીડિયોમાં ઉલ્લેખ.
Aug 10, 2025 08:13 am
ખંભાત રૂરલ પોલીસ પણ બાવળા પહોંચી હતી
બિલ્ડિંગના આગળના ભાગે 50થી પણ વધુ પોલીસ કર્મીઓ સાથે રેસ્ક્યુના માણસો 60 ફૂટ લાંબી નેટ સાથે હાજર હતા પણ યુવકને 2 કલાક સુધી સમજાવ્યો તેમ છત્તા તે સમજયો નહી, મહિલા કોન્સ્ટેબલ સામે તેની પ્રેમિકા સાથે વાતો કરતા યુવક ગેસ્ટ હાઉસના પાછળના ભાગેથી કૂદી પડયો હતો અને તેણે મોતને વ્હાલું કર્યુ હતુ. બાવળા પોલીસે યુવકના મોબાઈલના આધારે તપાસ શરૂ કરી છે, અને જે છોકરી સાથે તે વાત કરતો હતો તે છોકરીની પૂછપરછ પણ થઈ શકે છે.
Aug 10, 2025 08:13 am
3-4 દિવસથી આશ્રિત ગેસ્ટ હાઉસમાં રહેતો હતો યુવક
બાવળામાં પ્રેમમાં પાગલ યુવાને મોતની છલાંગ લગાવી છે, આણંદના વચલાપુરા ધુવારણ ગામનો વતની હતો આ યુવક, યુવક ત્રણથી ચાર દિવસ ગુમ હતો અને પરિવાર પણ તેને શોધી રહ્યો હતો, પરિવાર શોધતો શોધતો બાવળા સુધી પહોંચ્યો હતો અને ખંભાત પોલીસને લોકેશન મળતા ખંભાત પોલીસે બાવળા પોલીસને જાણ કરી હતી, બાવળા પોલીસનો સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિત મોટો કાફલો પહોંચ્યો હતો આશ્રિત ગેસ્ટ હાઉસ, તો મહિલા પોલીસ કર્મચારી પહોંચ્તા યુવક પાસે રહેલી છરીથી તેણે હાથની નસ કાપી હતી અને મોતને વ્હાલું કર્યુ હતુ.
Aug 10, 2025 08:13 am
બાવળામાં પ્રેમમાં પાગલ યુવાને મોતની છલાંગ લગાવી જીવ ગુમાવ્યો
અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બાવળામાં પ્રેમમાં પાગલ યુવાને ગેસ્ટહાઉસ પરથી કુદીને મોતની છલાંગ લગાવી છે, યુવક 3 થી 4 દિવસ સુધી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો અને પ્રેમિકા સાથે વાત કરતા તેણે આપઘાત કર્યો હતો, પોલીસે તેને સમજાવ્યો તેમ છત્તા તે સમજયો નહી અને તેણે હાથની નસ પણ કાપી નાખી હતી, સમગ્ર ઘટનામાં બાવળા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
Aug 10, 2025 07:48 am
ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો
ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે.જો ઉત્તર ગુજરાતના નાગરિકોની રજુઆત આવશે તો તેમને પણ પરિસ્થિત અને પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે.અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે,આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે.સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ 11 જિલ્લામાં 10 કલાક કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં આવશે.
Aug 10, 2025 07:48 am
સિઝનનો કુલ 63.84 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કૂલ 63.84 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.73 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 64.88, ઉત્તર ગુજરાતમાં 66.20, મધ્ય ગુજરાતમાં 66.23 અને સૌરાષ્ટ્રમાં 55.79 ટકા વરસાદ નોંધાયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં સૌરાષ્ટ્ર તરફી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Aug 10, 2025 07:48 am
15 ઓગસ્ટ પછી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
15 થી 21 ઓગસ્ટ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે, રાજયમાં 10 થી 14 ઓગસ્ટ દરમિયાન ગરમી સાથે ઉકળાટ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે અને રાજયમાં મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. રાજ્યમાં પવનની દિશા દક્ષિણથી પશ્ચિમની રહેતા હળવા વરસાદની સંભાવના રહેલી છે, મોન્સૂન ટ્રફ લાઈન પૂર્વ દક્ષિણ પૂર્વથી ઉત્તર તરફ જઈ રહી છે.
Aug 10, 2025 07:48 am
રાજયમાં 15 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, આગામી 4 દિવસ ગરમી પડવાની શકયતા
રાજયમાં 15 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત દેખાઈ રહી છે, રાજ્યમાં છૂટાછવાયા વરસાદની ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, રાજ્યમાં હાલ એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વરસાદી સિસ્ટમ ફંટાઈ હોવાની વાત સામે આવી છે.
Aug 10, 2025 07:28 am
તાપીમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં 3 યુવકના મોત
સોનગઢથી ઉજવણીમાંથી પરત ફરતી વેળા અકસ્માત, ઉકાઈ નજીક પીપળ ચોકડી પર થયો ગંભીર અકસ્માત, મરનાર યુવકો સોનગઢ તાલુકાના રહેવાસી, 3 યુવકના મોતને પગલે પંથકમાં ગમગીનીનો માહોલ.
Aug 10, 2025 07:27 am
લીમખેડામાં બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ
મૂર્તિના અનાવરણ પ્રસંગે આદિવાસી સમાજનો વિરોધ, તકતીમાં સાંસદ અને MLAના નામ હોવાથી રોષ, તકતીમાં ભાજપના સાંસદ જશવંતસિંહ ભાભોરનું નામ, તકતીમાં લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોરનું નામ, આદિવાસી સમાજે તકતી મુદ્દે નોંધાવ્યો વિરોધ, AAP નેતા નરેશ બારીયા સહિતના લોકો ધરણા પર, પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડવા કર્યો પ્રયાસ.
Aug 10, 2025 07:26 am
બનાસકાંઠાના અંબાજીમાં અસામાજીક તત્વો બેફામ
મુખ્ય બજારમાં યુવકને મારી રહ્યા છે માર, અસામાજીક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર, અંબાજી આવતા ભક્તોમાં પણ ભયનો માહોલ, પોલીસ વધુ પેટ્રોલિંગ કરે તેવી માગ ઉઠી.
Aug 10, 2025 07:26 am
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનુ ઝડપાયું
દુબઇથી આવેલા મુસાફરે પાસેથી 750.70 ગ્રામ સોનુ મળ્યુ, આશરે 78 લાખની કિંમતના સોનાના બિસ્કિટ મળ્યા, એરપોર્ટ ઇન્ટેલિજન્ટ યુનિટે મુસાફરને ઝડપ્યો, મુસાફર મોજામાં છુપાવીને લાવ્યો હતો સોનાના બિસ્કિટ.
Aug 10, 2025 07:25 am
છોટા ઉદેપુરના ક્વાંટમાં સગીરા સાથે દુષ્કર્મ
શિક્ષક અને અન્ય એક યુવકે સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ, શિક્ષક સગીરાને ફોસલાવીને હોટલમાં લઈ ગયો, હોટલમાં સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ, દુષ્કર્મ બાદ શિક્ષકે સગીરાને એસટી ડેપો મુકી ફરાર, એસટી ડેપોમાં અન્ય યુવક પણ સગીરાને લઈ ગયો હોટલ.

Patan News: નગરપાલિકાએ ખાનગી માલિકીની જમીન પર 20 લાખના ખર્ચે રોડ બનાવી દીધો

Gondal News: વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેન નીચે ઝંપલાવી 25 વર્ષીય અજાણ્યા યુવકે કર્યો આપઘાત

Amreli News: લુવારિયા વીડીમાં બીમારીને કારણે સગર્ભા સિંહણનું મોત

Panchmahal news: મોરવા ગ્રામ પંચાયતમાં 5 સભ્યોના રાજીનામા મુદ્દે કાર્યવાહી, સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ

Morbi News: હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, 40 ગામોમાં રોગચાળાનું જોખમ

North Koreaની સિક્રેટ ન્યુક્લિયર ફેસિલિટી: Kim Jong Unનો પરમાણુ બોમ્બ બનાવવાનો નવો પ્લાન

Instant Dhokla Recipe: માત્ર 1 કપ ચણાના લોટમાંથી મિનિટોમાં બનાવો બજાર જેવા સ્પોન્જી ઢોકળા

Delhi Rain: દિલ્હીમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, દિવસે છવાયુ અંધારુ

મમતા : ગધેડી પણ ગઇ અને ફાળિયું પણ ગયું

West Bengal News: મમતા બેનર્જીના સૌથી મજબૂત કિલ્લામાં તિરાડ! આ 17 મુસ્લિમ ધારાસભ્ય નક્કી કરશે દીદીનું ભવિષ્ય

Patan News: નગરપાલિકાએ ખાનગી માલિકીની જમીન પર 20 લાખના ખર્ચે રોડ બનાવી દીધો