મહારાષ્ટ્રમાં ધ્વનિપ્રદૂષણ મામલે સીએમ દેવેન્દ્ર ફડણવીસે એક મહત્વનું નિવેદન આપ્યું છે. ગૃહમાં બીજેપી ધારાસભ્ય સુધીર મુનગંટીવાર દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે ધ્વનિ પ્રદૂષણને કાબુમાં લેવા માટે શું કરવામાં આવ્યું છે. જેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો કે મહારાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળો પરથી કુલ 3,367 લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે.


મહત્વનું છે કે ભાજપના ધારાસભ્ય સુધીર મુનગંટીવારે રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણને કારણે વન્યજીવોને થતી સમસ્યાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જે અંગે સીએમ ફડણવીસે જણાવ્યું કે તમામ ધાર્મિક સ્થળો પરથી કુલ 3,367 લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે. જેમાં મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા વગેરેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે હવે મહારાષ્ટ્રમાં એક પણ લાઉડસ્પીકર નથી.

લાઉડ સ્પીકર નહી લગાવાય

સીએમ ફડણવીસે ગૃહને જણાવ્યું કે મુંબઈ પોલીસ ફક્ત મુંબઈમાં જ પૂજા સ્થળો પરથી 1,608 લાઉડસ્પીકર દૂર કરવામાં સફળ રહી છે. આ સિદ્ધિ કોઈપણ ધાર્મિક કે સાંપ્રદાયિક તણાવ વિના પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે હવે મુંબઈમાં કોઈપણ ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર લગાવવામાં આવશે નહીં.

તો પોલીસ હશે જવાબદાર

દેવેન્દ્ર ફડણવીસે પોલીસને ચેતવણી આપી હતી કે જો અધિકારીઓની પરવાનગી વિના કોઈપણ ધાર્મિક સ્થળે ફરીથી લાઉડસ્પીકર લગાવવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક પોલીસ સ્ટેશન અધિકારીની રહેશે.

ભાજપ નેતા સુધીરના પ્રશ્નોના જવાબમાં મુખ્યમંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 3367 ધાર્મિક સ્થળોના લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે. મુંબઈમાં 1608 ધાર્મિક સ્થળોના લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે, જેમાં 1149 મસ્જિદો, 48 મંદિરો, 10 ચર્ચ, 4 ગુરુદ્વારા અને 147 અન્ય સ્થળોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે હાલમાં મુંબઈમાં કોઈપણ ધાર્મિક સ્થળે લાઉડસ્પીકર નથી.


  • Follow us on: